બ્રહ્મકમળની વાત એક નિર્ગુણ અવસ્થાની વાત છે. એમાં ન કોઈ કથા છે, ન કોઈ વાદવિવાદ છે. આ એક બહુ પવિત્ર કમળ છે જેમાં પ્રાણ પૂરવાની શક્તિ છે. આ કમળ એક પ્રકારનું સંજીવની છે. કમળમાં કાળા ડાઘા જે છે, તેમાં પ્રાણનો રસ છે. આ પ્રાણનો રસ હર સમય જીવિત નથી હોતો. આ પ્રાણનો રસ અમુક સમય માટે જ જીવિત થાય છે જ્યારે કમલ ખિલે છે. આ પ્રાણરસ કમળમાંથી જ્યારે કાદવામાં આવે છે, ત્યારે તરત જ એનો સ્વીકાર કરવો પડે છે, નહીં તો એનું પ્રાણ તત્વ ખતમ થઈ જાઈ છે. આ પ્રાણરસ એની ધરતી ઉપર જ થાય છે. અગર આ કમળને બીજે ઉગાડવામાં આવે છે, તો એમાં પ્રાણરસ ઉત્પન્ન નથી થાતો. આ પ્રાણરસની વાતો જૂના શાસ્ત્રોમાં લખેલું છે પણ એ રસ કાઢવાની પ્રક્રિયા લુપ્ત છે અને એને લુપ્ત જ રખાઈ છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.