દેવોની ભૂમિ એને કહેવાય જ્યાં અનાર્ય વર્તન ન હોય, જ્યાં કાર્યમાં ક્ષમતા હોય અને જ્યાં બલિદાનની કોઈ સીમા ન હોય. દેવભૂમિ તેને કહેવાય જ્યાં વિચારધારા શૂન્ય હોય, જ્યાં કોઈ પ્રદર્શિત ન હોય અને જ્યાં ઈચ્છામાં એક સમતા હોય.
એવી દેવભૂમિ આ જગતમાં નથી પણ આવી દેવભૂમિ આપણા અંતરમાં વસી શકે છે, આપણી અંદર રહી શકે છે. જ્યાં આપણી અંદરની તકલીફ, આપણી અંદરની સોચ અને આપણી અંદરની વિચાર ધારા બદલાય છે, ત્યારે આપણી અંદર દૈવિક શક્તિ જાગૃરત થાય છે. બધું આપોઆપ થાય છે. બધું એના પ્રમાણમાં અને એના હિસાબ પ્રમાણે થાય છે. દેવભૂમિને જાગૃરત કરવાની કોઈ પ્રક્રિયા નથી. ખાલી અંતરમાં સચ્ચાઈ અને નિર્મળતાની જરૂરત હોય છે. દેવભૂમિ એ જ આપણી કાર્યભૂમિ, એ જ છે આપણી જીવનની રાહ અને એ જ છે આપણી અંદરની પરમ શાંતિ. દેવભુમિ જ્યાં જાગૃરત થાય છે, પછી મહાદેવને પણ ત્યાં વીરાજમાન થવું પડે છે. એ જ મહાદેવ આપણે જીવાત્મા થી પરમાત્મા સુધી લઈ જાય છે, એ જ મહાદેવ આપણને ત્રિદેવના દર્શન કરાવે છે. એ જ મહાદેવ હર એક કાર્ય કરાવે છે. દેવભૂમિ એ જ છે. પ્રેમભૂમિ એ જ છે. અમીરસની પૂરી એ જ છે, તૃપ્તિની લેહરી એ જ છે, વૈરાગ્યનું તેજ એજ છે, અનુકૂળ વ્યવહારની પૂર્તિ એ જ છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.