ભગવાની કૃપાથી જ દૈવિક માનવતા (divine humanity) આવી શકે છે. વિશ્વ આખામાં જ્યારે શાંતિ સ્થાપાય છે અને જીવન ખુશી અને ઉમંગમાં પસાર થાય છે ત્યારે વિશ્વામાં દૈવિક માનવતા સ્થપાય છે. વિશ્વમાં ક્રોધ, કામ, દુરવ્યવહારની કોઈ જગ્યા નથી. વિશ્વમાં કોઈ વિવાદો, કોઈ ઘટનાઓ માટે સ્થાન નથી. માનવી જ્યારે એક બીજાને માને છે અને એક બીજા માટે કરે છે ત્યારે એને શાંતિ મળે. જ્યાં સુધી ખાલી ક્રોધ પાછળ ભાગે છે, સુખ સગવડની ચિંતા કરે છે, ત્યાં સુધી માનવીને કાંઈ મળતું નથી.
દુનિયાની આ હારાકારીમાં પ્રભુનું કોઈ સ્થાન બચતું નથી અને જ્યાં પ્રભુ ના હોય, ત્યાં દુનિયા રહી જ શકતી નથી. મનમોહક ચીજો પાછળ આપણે ભાગીએ છીએ, વિચારો આપણા અસ્તવ્યસ્ત થાય છે પણ જ્યારે આપણે ગુરુના કહ્યા પ્રમાણે ચાલીએ છીએ ત્યારે જ આપણો ઉધ્ઘાર થાય છે. એવી જ રીતે જ્યારે કુદરતના નિયમોનું પાલન કરીએ છીએ, ત્યારે આપણે પ્રભુને પામીએ છીએ. વૈરાગ્ય જન્મ લેતો નથી, વૈરાગ્ય આપણી અંદર સ્થાપિત છે, વૈરાગ્યમાંથી પ્રભુનું મિલન સંભવ છે, પણ એ વૈરાગ્ય જે સાચો છે, પ્રભુપ્રિય છે, પ્રભુને મનગમતો છે. જે વૈરાગ્યની વાતો ચાલે છે એ કોઈને સમજાતી નથી. એક બાજુ પ્રભુની પ્રિય વાતો છે અને એક બાજુ આપણા પસંદ અને નાપસંદ થી ઉપર ઊઠવાની વાતો છે. અનિવાર્ય એ નથી કે એનો વિવાદ થાય, અનિવાર્ય એ છે કે સાચો મર્મ એનો સમજાય પછી કોઈ વિવાદ નહીં રહે કે વૈરાગ્યમાં પ્રભુપ્રિય કાર્યો કઈ રીતે થાય.
જન્મથી આપણે પ્રભુને ભૂલતા આવ્યા છીએ. જન્મોથી આપણે એ જ ભૂલો કરતા આવ્યા છીએ પણ જ્યારે આપણે સક્ષમ થઈ જઈએ છીએ ત્યારે આપણે પ્રભુ પ્રમાણે ચાલીએ છીએ. તેની ઇચ્છા આપણી ઇચ્છા બને છે. તેનો શ્વાસ આપણો શ્વાસ બને છે અને તેની પહેચાન આપણી પહેચાન બને છે. પછી શું બાકી રહે છે? કંઈ પામવાનું નથી રહેતું. પછી જ્ઞાની હોય કે ત્રિકાલજ્ઞાની - શું ફરક પડે છે? ત્રિકાલજ્ઞાન મેળવાથી શું થાય છે-શું ભવિષ્ય બદલાય છે? શું દુર્ઘટનાને મિટાવાઈ છે? એવું થતું હોતે તો હર કોઈ ખાલી ત્રિકાળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધના કરતે પણ આવું નથી થતું. જેને ત્રિકાળજ્ઞાનની લાલચ છે, જેને ભૂત, વર્તમાન, ભવિષ્ય બદલવાની ચાહ છે, તે પ્રભુ પ્રાપ્ત નથી કરતો. પ્રભુ ચાહે તો ત્રણે કાળ બદલી શકે છે છતાં એમ નથી કરતો. એ દખલ નથી કરતો. પ્રભુ જ્યારે નથી કરતો, તો આપણે કઈ રીતે કરી શકશું? વિચારોની આ મહેફિલને આપણે કઈ રીતે રોકી શકશું? મનમોહક વસ્તુથી કઈ રીતે દૂર ભાગી શકશું? બધાને અપનાવા કઈ રીતે આપણે રાજી થશું? એ સંભવ જ નથી, એની આપણી તૈયારી જ નથી.
જેણે પ્રભુને પ્રાપ્ત કરવા હોય તે પહેલા પ્રભુને સોંપતા શીખે, પછી એના બતાડેલા માર્ગ પર ચાલતાં શીખે અને પછી વર્તન, મન, દિલ, ચેનમાં એને વસાવે. ત્યારે જ પ્રભુ પ્રાપ્ત થાય છે. આ જ પ્રભુના બધા માર્ગનો સાર છે, પ્રભુના મિલનનો ખેલ છે. એના પછી શરૂ થાય છે દૈવિક માનવતા, જ્યારે બધા પામે એ જ પ્રયત્ન હોય છે, એ જ વિશ્વાસ હોય છે, એ જ શરીરમાં રહેલા પરમાત્માની ઇચ્છા હોય છે. સ્વાભાવિક છે કે જે આ લેખ વાંચશે, તે કહેશે, ``આ મારા વસની વાત નથી.’’ સ્વાભાવિક છે કે જે કરશે એ ડરી જશે કે, ``આ મારાથી થતું નથી.’’ પણ ચેહરાની પાછળનો ડર, અફસોસ બધું મટી જશે જ્યારે પ્રભુદર્શન થશે, અને પ્રભુદર્શન તો હર એક માનવીને થાય છે, એના વ્યવહારમાં, એના અનેક સ્વરૂપમાં, એના મનગમતા વિચારોમાં, એની તકદીરમાં, એની કૃપામાં અને last but not the least એના વિશાળ હૃદયમાં. તકલીફ પડશે પણ તકલીફ પણ દૂર થશે. નશો જ્યારે પ્રભુપ્રેમનો થઈ જશે, ત્યારે એ નશો ઉતરશે જ નહીં, ત્યારે એ વૈરાગ્ય ઓછો થશે જ નહીં. આ છે મહત્વ પ્રભુપ્રેમનું, પ્રભુમિલનનું.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.