જે દિવસની મને તલાશ હતી, તે દિવસ આવીને ઊભો છે. જે તેજનો મને ઇંતેજાર હતો, તે અનુભવ આવીને ઊભો છે. શામિલ એમાં તારો પ્રેમ છે, વિશ્વાસ એનો અનુભવ છે, મારા તારાનું બલિદાન છે અને એકરૂપતાનો તો પરિચય છે,
શું સિદ્ધિઓ મેળવવાથી, પ્રભુ પમાય છે? શું સિદ્ધિ એ જ પ્રભુની એકરૂપતાની નિશાની છે? એવું તો કહ્યું નથી, એવું તો સોચ્યું નથી. જ્યાં પ્રેમમાં લીન થવાની વાતો છે, જ્યાં જ્ઞાનમાં એકરસ થવાનો અનુભવ છે, ત્યાં સિદ્ઘિઓનું શું સ્થાન છે.
યંત્ર-મંત્ર-તંત્ર તો એક રસ્તો છે પ્રભુને પામવાનો. શક્તિ પછી મળે, અનુભવ નવા નવા થાય, સિદ્ઘિઓ જો મળે, એ સારું છે પણ એમાં ભરમાવાવાનું નથી. એ ખાલી માર્ગ પર ખજાના છે. મુલાકાત જ્યાં સુધી પ્રભુની થતી નથી, એ ખાલી બાધા અને દીવાર બને છે. આપણા ધૈર્યને એ ચકાશે છે. શું આ પામીને આપણે ખુશ થઈ ગયા કે અટકી ગયા કે પ્રભુપ્યાસનું ચિંતન એટલું પ્રબળ છે કે એને ત્યજીને પણ આપણે આગળ નીકળી ગયા.
મનમાં દુવિધા જાગે છે. શું આ સાચું છે? શું આ ખોટું છે? જે ચાહે છે પ્રભુ, એ જ થઈ રહ્યું છે? આ દુવિધાથી મુક્ત એના પરનો વિશ્વાસ કરાવે છે. જ્યારે વિશ્વાસ એટલો પ્રબળ હોય છે, ત્યારે કાંઈ ખોટું થઈ જ નથી શકતું. પ્રભુ એ ધ્યાન રાખે છે કે સાચી રાહ આપણે ચૂક્યે નહીં, બસ ધીરજની જરૂર હોય છે. એના ભરોસા પર છોડવાની એક વિશ્વાસની જરૂર હોય છે.
મુલાકાત પછી ક્યાં દૂર હોય છે, વૈરાગ્ય ક્યાં પછી ગોતવાનો હોય છે. બધું આપોઆપ થાય છે. કૃપા તો સતત વરસે છે. બસ ખાલી આપણે એના યોગ્ય બની જઈએ છીએ. મુલાકાત પછી અંતરમાં થાય છે, આપણે તો ખાલી નવો જન્મ લઈએ છીએ.
આ છે પ્રભુ પામવાનો સરળ અને ઝડપી રસ્તો. શું આ તમે કરી શકશો? શું આ તમે રમી શકશો? શું પોતાની જાત ને ભૂલી શકશો? શું અંતરમાં એને વસાવી શકશો?
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.