મનની મુસાફરી એવી હોય છે કે, અચ્છા ખાસાને સતાવે છે, મનની લાલસા એવી હોય છે કે, પોતાનું અસ્તિત્વ એ જરૂર ચખાડે છે. મન થકી પીડા છે, મન થકી લાલસા છે, મન થકી તો બધી ઇચ્છા છે. મનને કાબૂમાં રાખવું, એ જ સાચી સાધના છે. મન જેમ નાચ નચાવે છે તેમ મનુષ્ય નાચે છે. મન જે કહે છે, એ જ મનુષ્ય સાંભળે છે. બીમારી ભૌતિક શરીરમાં તો પછીથી આવે છે, સહુથી પહેલા માનસિક બીમારી શરીરમાં થાય છે. પછી માનસિક બીમારી શરીરથી ભાવો પર અસર કરી, એ પ્રાણના વાયુમાં સમાયને ભૌતિક શરીરમાં તકલીફ આપે છે. એટલે જે પણ દુઃખદર્દ સતાવે છે, જે પણ બીમારી આવે છે, જે પણ અકસ્માત થાય છે, સહુથી પહેલા મનના અદ્દભુત નાચ હોય છે. આવું મન કેમ કરે છે - કારણ કે મન બેકાબૂ છે. મનને કોઈ મંજિલ નથી, મનને કોઈ સાધના નથી. મન ને શાંત કરવું હશે તો પોતાની જાત પર નજર નાખવી પડશે, પોતાના શ્વાસોને પોતાના કાબૂમાં લેવા પડશે. પોતાના સ્વાસો ને શાંતિ થી શ્વાસ લેવડાવા પડશે ત્યારે મન શાંત થાય છે. આ શ્વાસોની સાઘનાને ધ્યાન પણ કહેવાય છે અને શ્વાસ લેવાની કસરતો પણ કહેવાય છે. શ્વાસોની સાધનાને પ્રાણાયમ પણ કહેવાય છે. પ્રાણાયમ ખાલી પ્રાણ ને યમમાં લાવવાની સાધના નથી પણ વિચારોને કાબૂમાં લાવવાની પ્રકિયા છે. જેટલા શ્વાસો શાંત થશે, તેમ મન શાંત થશે અને કાબૂમાં રહેશે. પછી તમે જે પણ મન પાસે કરાવવા માંગતા હશો, તે બધું થાશે. મનની સ્થિરતા, મનની ગતિ, બધુંજ તમે નિયંત્રણ કરી શકો છો. પછી શું અસ્થિરતા, પછી શું અજાગૃતિ, પછી શું બેકાબૂ, પછી શું બીમારી? ત્યાં જ બધું ખતમ છે, ત્યાં જ એના બધા રહસ્ય છે. મનને કાબૂમાં કરવું એજ સહુથી મોટું વિજ્ઞાન છે. પછી જ સંકલ્પ સિદ્ધ થાય છે અને વિશ્વાસ પ્રગાઢ થાય છે. આ રહસ્ય ગુપ્ત નથી પણ બધાને કરવું નથી, આખિર મનને સ્થિર થાવું નથી.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.