હાથ પકડ્યો છે અમે તમારો, હવે તૈયારી રાખજો તમે;
સાથ આપવાની, અંતરના ભેદને મિટાવવાની, ખુદને ભૂલી જવાની.
વાણી અણગમતી કહેવી પડશે તમને, દિલ પર પથ્થર રાખવો પડશે તમને;
આગળ વધવું હશે તમને, તો લોકોને કાપવા પણ પડશે તમને.
આ વાતને અંતરમાં ઉતારજો તમે, મજાક ના સમજતા આ વાતને તમે;
લોકો છે અહીં કેટલા બધા, જે મસ્તી સમજી બેઠા છે આને.
ભોજનચર્યાનું સ્થળ બનાવ્યું છે, કાર્ય કરવા આળસ પકડીયું છે;
સમજીએ ઉત્તમ છીએ અમે, ખુદને છેતરી રહ્યા છીએ અમે.
આકરી છે આ બધી વાતો, દિલને હલાવે એવી છે આ વાતો;
હવે તો સહુને કહું છું જાગો, આ નીંદરમાંથી જાગો તમે.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.