|
જીવનની ધારા જ્યાં વહે છે, ત્યાં સૂરોના તાલ વાગે છે
ક્યારેક બેસૂરા, ક્યારેક સૂરમાં એ તો વાગે છે
પ્રભુના તાર જ્યાં જોડાય છે, ત્યાં મનમાં ઉત્સાહ જાગે છે
ક્યારેક મૃદંગ, ક્યારેક ડમરુના સાર સાથ પૂરે છે
પોતાની જાતને જ્યાં ભૂલીયે છીયે, ત્યાં નવા તાલ સરજાય છે
અંતરમાં ઓમકાર જાગે છે અને દિવ્ય ભાવો ત્યાં રમે છે
ગાન નવા નવા છેડાય છે અને તાલ જીવનને મહેકાવે છે
- ડો. ઈરા શાહ