અમરનાથની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. આ પ્રથા મને પામવાની પ્રથા છે, આ પ્રથા મારામાં ખોવાવાની પ્રથા છે.
એક સમયની વાત છે - આ દેશમાં દુકાળ પડ્યો હતો. પશુ, પક્ષી, મનુષ્યના મૌત વારંવાર , રોજ જ થય રહ્યા હતા. ત્યારે પાર્વતીએ મને પુછ્યું કે જીવનની અમરતા શું. અગર કુદરતના આધારે જીવન છે, તો પછી મનુષ્યને બુદ્ઘિ કેમ? અગર જન્મ મરણના ખેલ આમ જ છે તો પછી વેદોનો મતલબ શું? અગર કર્મોથી પણ પરે જીવન લાચાર છે, તો પછી પ્રભુનું મહત્વ શું?
ત્યારે જીવનના રહસ્યો, જીવનની અમરતા, જીવનનો વિનાશ, જીવનનો વિલાસ સમજાવા હું બેઠો. આ બધા રહસ્ય ગુપ્ત છે, અને ગુપ્ત જ રખાય. આ વાતો ખુલેઆમ કરાય જ નહીં. એવા સ્થળમાં કરાય જ્યાં વાયુ, આકાશ, પૃથ્વી, સ્થૂળ, જગ – બધું જ ન હોય કારણ કે પાંચ તત્વોના આધીન આ સૂષ્ટિ છે અને પાંચ તત્વોમાં શબ્દો અને વિચાર જ્યારે સમાય છે, ત્યારે એ શબ્દો અને વિચાર ગુપ્ત નથી રહેતા. ક્યારે ને ક્યારેક એ શબ્દો અને વિચાર કોઈકના માટે ખૂલે છે. આ સૃષ્ટિમાં કોઈકને પ્રાપ્ત થાય છે.
જન્મમરણની અમરતાની કથા સમજાવવા એવો સમય, જગ્યાની જરૂર હતી જ્યાં સૃષ્ટિના પાંચ તત્વો અકર્તા બને, અદૃષ્ય રહે અને આદિ કાળ સુધી અસમર્થ રહે. આવી જગહ આ સૃષ્ટિમાં છે જ નહીં પણ જયારે એવા ગ્રહોની સ્થિતિ (planetary position) થાય છે, ત્યારે એવા એક સમયમાં એવી જગહ પર બધું સ્થિર (standstill) થાય છે. એ છે અમરનાથની ગુફા. એ આ જગમાં છે જ નહીં. જે સ્થૂલ સ્વરૂપે કશ્મીરમાં છે, એ ખાલી એનું પ્રતિક છે. ત્યાં શિવલિંગ જે બને છે, એ આ ગાથાની સાક્ષી છે. અસલ અમરનાથ એના અપાર્થિવ સ્વરૂપમાં એજ પ્રહાડોમાં ફસરે છે, ફેરતો જાય છે અને અદૃશ્ય છે. જે અમરનાથની ગુફા તરફ આવે છે, તેને મારા આશિષ મળે છે. તેને આ ગુપ્ત રહસ્યોનો ભેદ મટે છે. તેને મારા દર્શન થાય છે. પણ અમરતાની ગાથા તો એનેજ પ્રાપ્ત થાય છે જે મારી અંદર ઉતરે છે, જે મારામાં એક થાય છે, જે મારા જેવો બને છે. અમરતા શરીર સાથે સંબંધિત નથી, અમરતા રૂહ સાથે જોડાએલી નથી, અમરતા પ્રેમ સાથે સંકળાએલી નથી. અમરતા પ્રભુ સાથે સિંચાએલી છે અને એનામાં ખોવાવાથી પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં અમરતા એનામાં એક થવાથી મળે છે. કોઈ ક્રિયા નથી, કોઈ બાંધ નથી, કોઈ સંયોગ નથી. અમરતા એક અકર્તા પ્રકૃતિનો વિશ્વાસ અને કુદરતની પ્રતિષ્ઠાનું પરિણામ છે. અમરતા વિચારોની સભરતા અને પ્રેમની લબ્ધતાનું જોર છે. અમરતા નિરાકાર સ્વરૂપનું નામ છે. અમરતા પ્રેમનો પ્રખર આધાર છે. અમરતા જીવનનું તો પરિણામ છે. અમરતા આચરણમાં ઉતરે છે, શ્વાસોમાં છલકે છે અને અંતરમાં સંભળાય છે.
અમરનાથમાં આનું રહસ્ય ગુપ્ત છે અને ગુપ્ત જ રહેશે. સાચું અમરનાથ એને જ મળશે જે મારામાં એક છે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.