આ ધરતી નૂરે આલમ નૂરુદિન ઋષિની છે. આ મોક્ષનું સ્થાન છે, અહી શક્તિ રૂપમાં તેમનો વાસ છે. અહીંથી ત્રાટાકુટ્ટી નું ક્ષેત્ર શરુ થાય છે. અહીંથી
મહાનુભવની ગાથા ખતમ થાય છે. નિર્મલ શ્વાસોમાં રમીયાળો ભાવ પ્રગટ થાય છે અને
એની મિલકતનો અહેસાસ થાય છે. વિચારોની ધારા બદલાય છે અને માના નામનું સ્મરણ થાય છે. અહીં મા સાક્ષાત ફરે છે, અહી માં સાક્ષાત હસે છે. જે કોઈ એને પરખી શકે છે, જે કોઈ એને ઓળખી શકે છે, પ્રેમથી ભરપૂર એ રહી શકે છે અને બીજાને પ્રેમ આપી શકે છે. અહીં ઘણા બધા સ્થાન છે. અહીં ઘણા બધા શ્વાસ છે, પણ સહુથી પ્રથમ અહીં ધણા એના અનુભવ થશે. અહીં તમારું વારંવાર આવવાનું થશે, અહીં તમારું મારી સાથેનું મિલન થાશે. તને કોઈ નહીં કહી શકે કે તુ મારાથી અલગ છે, કારણ કે એજ હકીકત છે, તું મારા નામમાં ખોવાઈ છે. તું મારા શ્વાસમાં પુરાઈ છે. તું જ મારી છબી છે અને તું જ મારો અહેસાસ છે. તું મારી ખિલખિલાહટ છે અને તું જ મારો નૂરે શાન છે
આમિન
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.