હસીનાબાદમાં તમારું સ્વાગત છે, શિવના આંગણામાં તમારું અવતરણ છે;
લહેરાતી વાદીઓ અને ઝૂમતા પર્વતોમાં શિવનો વાસ છે;
એના હરએક કણમાં શિવનો અહેસાસ છે.
ઊભા રહેજો થોડો સમય, લેજો એની શીતળ હવાના શ્વાસ રે;
મળશે તમને આનંદ, કરશે તમને પ્રફુલ્લિત, એ તો અહેસાસ રે.
શિવ-પાર્વતીના મિલનનું સ્થાન છે, પાર્વતી વનની જગા છે;
શિવ-પાર્વતીની લીલામાં રમજો તમે, પાર્વતીનાં દર્શન કરજો તમે.
જાગ્રત આ સ્થળ છે, પાવન આ ધરતી છે, રહેજો મસ્ત એમાં તમે;
ગુપ્ત રહસ્ય ખોલું છું આજ, મજા લેજો એની તો તમે;
કાશ્મીરમાં છુપાયેલું છે શિવસૂત્ર, કરજો એનો તમે આભાસ રે.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.