મનિમદેશ, કિનોર કૈલાશ, શિખર કૈલાશ, આદી કૈલાશ, મૉટ કૈલાશ, બ્રહ્મ કૈલાશ, દિવ્ય કૈલાશ, જોગી કૈલાશ, ધ્યાન કૈલાશ, પૌરાણિક કૈલાશ ને જાગૃરત કૈલાશ. આ ધરતી પર સાક્ષાત શિવના સ્થાન છે, જ્યાં શિવ સ્વયં વાસ કરે છે. શિવનું તેજ, શિવનો અનુભવ, શિવની મુલાકાત આ સ્થળો પર મળે છે. શિવની અનુગ્રતા, શિવની પરંપરા, શિવની શિતળતા ત્યાં જઈ સમજાય છે. આ બધા સ્થળોમાં જઈ અંદર ઊંડે ઊતરવાનું હોય છે. એમાં પ્રેમથી શિવને બાંધવાનું હોય છે. આખિર આ યાત્રા શિવમાં એક થવાની યાત્રા છે, આખિર આ વિશ્વાસ શિવને અનુભવ કરવામાં છે. આ બધા સ્થળો શિવના અમૂલ્ય સ્થળો છે. કોઈ સ્થળ ભારતમાં છે તો કોઈ સ્થળ વિદેશમાં છે. કોઈ સ્થળ અંતરમાં છે, તો કોઈ સ્થળ અદૃશ્ય અંતરિક્ષમાં છે. શિવને પામવાની આ અનોખી યાત્રા છે. સૌભાગ્ય લોકોને જ આ પ્રાપ્ત થાય છે. શિવ સાથેનું સંગીત, એના બોલ, એના વિચાર, એની તકલીફ, એની ઈચ્છા તો કોઈકને જ સમજાય છે. શિવની આરાધના કઠિન છે. એના રસ્તા દર્દનાક છે. એને રિઝવવા આસાન છે. શિવમાં સમાવવું, આપણા હાથમાં છે. શિવમાં રહેવું એ એના હાથમાં છે. હિમાલયમાં વસેલા આ બધા શિવના પહાડોમાં શિવએ એમના તેજ, એમના વિચાર, એમની ભક્તિ, એમની શક્તિ, એમનો વિશ્વાસ, એમની સાધના, એમના જ્ઞાનને રાખ્યા છે. જે ખુલ્લા હૃદયથી, ખુલ્લા હાસ્ય થી, ખુલ્લા ભાવથી ત્યાં જાય છે, તે શિવને પામે છે. જે ત્યાં ખાલી ગાંડપણથી, ખાલી મનોરંજનથી, ખાલી ભ્રમથી જાય છે, તે ત્યાં ભરમાઈ જાય છે. આ સ્થળો સહુ માટે નથી, આ જગ્યા સહુને મળતી પણ નથી. કોઈ જગ્યાઓ જાણીતી છે, તો કોઈ ગુપ્ત રહસ્યમાં રહેલી છે. કુલ બાર પ્રકારના કૈલાશ છે. કુલ 13 પ્રકારની મંજિલ છે, અને કુલ બાવન પ્રકારના આરાધના પથ છે. સુક્ષ્મથી સુક્ષ્મ પીડાને હરતા, આચરણથી મંજિલ પમાય છે. મંજિલ જ્યાં એક છે, ત્યાં 13 પ્રકારની મંજિલ સમજાતી નથી. જ્યાં પથ પ્રભુને પામવાના અમુક જ છે, ત્યાં બાવન પથ સમજાતા નથી. પ્રભુને પામવાના માર્ગ અનેક છે- જેને મોટા ભાગમાં ભક્તિ, જ્ઞાન, ધ્યાન, યોગ સમજવામાં આવ્યું છે પણ આરાધના તો સેવા, પૂજન, દાન, ધ્યાન, માન, કામ, કર્મ, ધર્મ, પ્રેમ, વિચાર, શૂન્ય, ધન્ય, પ્રમાનય, રાજ્ય, ભાગ્ય, વૈરાગ્ય, સાદું, ભજન, કિર્તન, મન, ચેતના, અનુરાગ્ય, દિવ્ય રાખા, ભાષા, ઈચ્છા, અર્પણ, સમર્પણ, આરોગ્ય, અનુકાર્ય, યજ્ઞ, મંત્ર, તંત્ર, સિદ્ધિ, ભિક્ષા, શિક્ષા, રક્ષા, પ્રોત્સાહન, તેજધારા, મન પ્રકાશિત દ્વારા, શાંતિ, દિવ્યતા, ઉપહાર, સ્વેત, શ્રેષ્ઠ રચના, અનુવાદ સંભવ, સંગાત, સૃષ્ટિ, દૃષ્ટિ, ઈચ્છા અને અનુકાર્ય દ્વારાથી છે. આ સહુમાં શુદ્ધતાની જરૂર હોય છે. ત્યારે આપોઆપ વિશ્વાસ જાગે છે અને આપોઆપ આગળ વધાય છે. ગુરુ તેમાં માર્ગદર્શન કરીને તમારી પ્રકૃતિ અનુસાર તમને કેળવે છે અને આગળ લઈ જાય છે. આ બધા આરાધનાના પથ આખર એક જ થાય છે. આખર એ એકમાં જ સમાય છે. મંજિલ કોઈની જીવન મુક્તિની હોય છે તો કોઈની ઇચ્છા પ્રાપ્તિની હોય છે, કોઈની પ્રભુ પામવાની હોય છે, તો કોઈની પ્રભુમાં એકરસ થવાની હોય છે. મંજિલ કોઈની સિદ્ઘિની હોય છે, તો કોઈની સ્વશક્તિશાળીની હોય છે, કોઈની સમ્માન માટેની હોય છે તો કોઈની ગુરુપદ પામવાની હોય છે, કોઈની બ્રહ્મઋષિ બનવાની હોય છે તો કોઈની સંસાર પર રાજ્ય કરવાની હોય છે. કોઈની મંજિલ પ્રભુ દર્શનની હોય છે તો કોઈની મંજિલ પ્રભુ સંવાદની હોય છે. કોઈકની જ મંજિલ, જે એની મંજિલ, એ એની મંજિલ હોય છે. આખર રસ્તા અનેક, મંજિલ અનેક, વિચારોના મતભેદ અનેક, એટલે જ તો છે આ સંસારમાં પ્રભુના નામ પર લડવાવાળા અનેક.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.