લેહ લદ્દાખની ધરતી અદ્દભુત છે. કુદરતનું એક પ્રાકૃતિક સૌંદર્ય છે. ઘણા કલ્પોથી આ ધરતી આવી ને આવી રહી છે- વેરાન, જાગ્રત અને સમુલિત. આ ધરતી પર એક સૂકુન છે, આ ઘરતી પર એક આરામ છે. બહુ કઠોર વાતાવરણ છે પણ અંતરમાં શાંતિ છે. આ ધરતી પર ઘણી લડાઈઓ થઈ છે, અહીં ઘણા સંતો વસ્યા છે. મૃત્યુ પછીનું મોક્ષનું સ્થાન આને ગણવામાં આવ્યું છે કારણ કે અહીં મનુષ્ય ઓછા અને સિદ્ધો વધારે છે. આ ધરતી તિબેટથી અલગ છે. અહીં પર્વતો એક બીજાને મળે છે. તિબેટ એક ઉચ્ચપ્રદેશ છે, ત્યાં દેવોનું સ્થાન છે. સિદ્ધાચલ લેહ લદ્દાખમાં છે. આ જૈનોનું મુખ્ય સ્થાન છે. અહીંથી શાંગ્રીલાનો પ્રવેશ છે અને અહીંથી સ્ત્રીઓનું નિરવાન છે. આ ક્ષેત્ર પરમ શાંતિનું ક્ષેત્ર છે. બહારથી બૌદ્ધ ધર્મનું સ્થાન લાગશે પરંતુ તે પરીકથાઓ અને પરીઓની ભૂમિ છે. અહીં જે મોક્ષ માટે આવે છે, તેને મોક્ષ જરૂર પ્રાપ્ત થાય છે. અહીં જે ખાલી રમવા આવે છે, તે ગુમરાહ થઈ જાય છે. લેહમાં આવીને અંતરની યાત્રા કરવાની હોય છે. પછી એના ગુપ્ત રહસ્યો, ગુપ્ત રસ્તાઓ અને ગુપ્ત વિચારો પ્રાપ્ત થાય છે. તમારું અહીં આવવાનું થશે પણ થોડા સમય પછી. ત્યારે આ શરીરમાં રહેવું મૂશ્કલ હશે અને જગના વાદવીવાદથી ભાગવું હશે. ત્યારે અહીં તમે આવશો અને કાયમ માટે મારામાં સમાઈ જાશો
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.