નંદાદેવીની અસીમ કૃપાના પાત્ર બનવું હોય તો એના જેવું બનવુ પડશે. નંદાદેવીના આશીર્વાદ એમ ને એમ નથી મળતા. નંદાદેવી પર જે કોઈ જાય છે, તેણે તેનો આદર, વિવેક ચૂકવો નહીં. ત્યાં એની અડ્ગ શાંતિ છે, એને ભંગ ન કરાય. નંદાદેવી મા નું પ્રચંડ સ્વરૂપ છે. ત્યાં એ ભૂલ ચલાવતી નથી. અગર એના જેવું બનવું હશે તો એના વિચારોમાં રહેવું પડશે. બધાને એ ચકાસે છે, સુષુપ્તતા લાવે છે, સર્વને પોતાના ભાન ભુલાવે છે. વ્યવહારમાં એ સર્વ પરદા ખોલે છે, પછી એ જોવે છે કે કોણ સરળ રહ્યું, કોણ નિર્દોશ રહ્યું. આ અવસ્થામાં અગર કોઈ પોતાનું શાન, ભાન ભૂલીને પણ વિવેક નથી ચૂકતો, તે તેને બહુ ગમે છે. એને તે ભરી ભરીને આશિષ આપે છે. અહીં આશિષ એમને એમ નથી મળતા, એના યોગ્ય પાત્ર બનવું પડે છે. નંદાદેવીમાં એની પરવાનગી (permission) વગર કોઈ બીજા આશિષ પણ નથી પમાતા. નંદાદેવી એજ જીવનનું રહસ્ય છે. તે પોતે એક મોટું રહસ્ય છે. એના આશીર્વાદ જેમ ધીમી જ્યોત, ધીમે ધીમે પ્રયાસ કરે, તેમ સમયાંતરે (over a period of time) ફળે છે. તે સહુના મૂળમાંથી એમના વિકારો, મૂળ અર્ચનાઓ અને મૂળ બાધાઓને કાઢી ખતમ કરે છે.
આવા આશીર્વાદ તો કોઈ ભાગ્યવાનને જ મળે છે, જે એના હકદાર બને છે. જેમ આ જાત્રા કઠિન છે, તેમ આ મૂળ બાધાઓને બાળવી અઘરી છે. કેટલા પણ આશિષ મળી જાય- આર્થિક, માનસિક, શારીરિક અને દૈવિક પ્રગતિના પણ મૂળ બાધાઓને બાળવાના આશિષ તો કોઈક જ આપી શકે છે- એક ગુરુ પોતે અને બીજા ઇશ્વર. પણ ઇશ્વર કોઈની ઇચ્છાઓ અને કર્મોથી પરે જતો નથી. હા એવા છીંડા (loopholes) જરૂર છોડયા છે, જ્યાં એ હસ્તક્ષેપ કરે છે, અને આ નંદાદેવીનું એ સ્થળ છે જ્યાં કંઈ પણ માંગ્યા વગર એ આપોઆપ મળે છે. તમારી જન્મજાત બાધાઓને ખતમ કરે છે. આવું સ્થાન બીજું આ ધરતી પર નથી. આવી જાગૃત જગહ બીજી કોઈ આ ધરતી પર નથી. બ્રહ્માંડમાં (Space) અમુક આકાશગંગામાં (galaxy) જ છે
ગુરુ તમારી મૂળ બાધાઓને ખતમ કરી શકે છે. પણ એના માટે પૂર્ણ સમર્પણ અને વિશ્વાસ હોવો જોઈએ. એ પણ એટલું જ કરશે જ્યાં સુધી જરૂર હોય છે. વિરાસતના બંધનમાં નથી બંધાતો, સ્વયંની મહેનતની રાહ જોવે છે – જે કાયમ માટે ટકી શકે, જે શૂન્યમાં પરિવર્તિત થઈ શકે. રાહત માટે એ જરૂર કરે છે, પણ Ultimate battle, he will make you do what you need to do. He will walk with you, guide you but he will make you do. That is the way of the divine. They don’t make you handicapped but make you supreme.
Wish you will the best and rise above all faults. Faultless you become, that is the supreme blessing of Nandadevi. And it comes only to a few who deserve it and accept it and appreciate it from their heart.
Ma does not go on mannerisms, but relies on divine intervention and what is there within you, not on outward behaviour that you do. Amen
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.