પાવાગઢમાં વાસ છે મારો
ચંડી સ્વરૂપ છે એ તો મારું
જગતમા અંધકારનો નાશ હું કરું છું
બાળકોમાં મારી પ્રીત જગાડું છું
પુનમનું મારું અદ્દભુત સ્વરૂપ છે
શીતળતાથી મન કોમળ છે
પવિત્રતાનું એ તો સ્થળ છે
મંજિલ તો એ પ્રથમ ચરણ છે
વિપરી અવસ્થાથી બહાર છે
પ્રેમમાં પ્રેમથી નવડાવું છું
મારી શક્તિનો અનુભવ કરાવું છું
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.