પ્રાચીન સમયથી સ્થાપિત આ મારી ધરતી;
વરાહના નામથી પોકારી ગઈ આ ધરતી;
શામિલ છે એમાં મારાં ઘણા અવતારો;
વૈકુંઠના નામે જાણીતી આ ધરતી.
અણુ-અણુમાં ધબકતી મારી વાંસળી;
દુનિયામાં શાંતિ સ્થાપે, આ મારી ધરતી;
પ્રેરણા સહુકોઈને આપે, આવી મારી ધરતી;
ગુપ્ત રહસ્યો છુપાવે, એવી આ ધરતી;
શેષનાગપર વસેલી આ ધરતી;
મારી હાજરીની નિશાની છે આ ધરતી.
વિરાટ સ્વરૂપ, વામન અવતારમાં સજેલી આ ધરતી;
દીવાનો બનાવે એવી મહેકતી આ ધરતી;
હરપલ મારો અહેસાસ આપતી, એવી આ ધરતી;
રોમ રોમમાં સહુને ખિલાવે, એવી આ ધરતી.
માગણી સહુકોઈ કરે, આવી મારી પાસે, એવી આ ધરતી;
ખાલી નથી રાખતો કોઈને, એવી અનોખી છે આ ધરતી;
શરૂઆત શાને કરું, જ્યાં અંત નથી આ પ્રાચીન ધરતી;
બલિના બળને ભુલાવી, વિષ્ણુનું ક્ષેત્ર છે આ ધરતી.
- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.