અદભુત, અનોખા, આવા ગુરુ ચરણ,
જ્યાં સ્વયં બ્રહ્માંડ બિરાજે છે.
અદભુત, અનોખા, આવા ગુરુ નયન,
જ્યાં પ્રત્યક્ષ પ્રેમ ઊભરાય છે.
અદભુત, અનોખા, એવા ગુરુ વ્યાકરણ,
જ્યાં સ્વયં સરસ્વતી વેદ વરસાવે છે.
અદભુત, અનોખા, એવા ગુરુની સુગંધ,
જ્યાં ચારે લોકમાં ફોરમ ફેલાય છે.
અદભુત, અનોખા, એવા ગુરુનું હૃદય,
જ્યાં ખાલી શિષ્યનું કલ્યાણ રચાય છે.
અદભુત, અનોખા, એવા ગુરુના આશિષ,
જ્યાં ખાલી સ્વયંના દર્શન થઈ જાય છે.
અદભુત, અનોખી, એવી ગુરુની મહિમા,
જ્યાં શિવની મહિમા આપોઆપ સર્જાય છે,
હે ગુરુ, તને વંદન, તને વંદન, તને વંદન.
- ડો. ઈરા શાહ