મનમંદિરમાં વસજો તમે, સંતોની વાણી આપજો તમે
ચરણોમાં તમારા, સ્થાન આપજો તમે, તમારા વહાલા બનાવજો અમને
ઓ વિઠોબા, સાંભળજો હવે, અમારી વિનંતી સાંભળજો હવે
શાંતિ મનમાં સ્થાપજો હવે, તમારામાં એક કરજો હવે
શાંત મન અને હૃદયમાં કોમળતા સ્થાપજો હવે
અવિવેક અને અશાંતિથી દૂર રાખજો સાહેબજી
તમારી ફોરમમાં ખિલાવજો અમને ઓ હજૂરજી
વિશ્વાસના પરદા ખોલજો હવે, તમારામાં સમ કરજો હવે
નર્મ ભાવે નવડાવજો હવે, ઓ વિશ્વદાતા અમારી હુંડી સ્વીકારજો હવે
ભાષા છે સરળ, ભાવો છે ચોખ્ખા, અમારી અરજી સ્વીકારજો પ્રભુજી
તમારામાં એક કરજો, ઓ વિષનો નાશ કરનાર, ઓ વિષ્ણુજી અમને તમારા બનાવજો હવે
- ડો. ઈરા શાહ