જે કાર્યસિદ્ધી (Achievements) ની લોકો વાતો કરે છે, શું એમને ખબર છે એ કોણે આપી? મહેનતનું ફળ સમજે છે, એ પ્રેરણા (inspiration) કોણે આપ્યું? જે ફિતરતમાં એ જીવે છે, શું ખબર છે એને જિત કોણે આપી? નાદાન છે એ લોકો જે સમજે છે કે આ એમની મેહનત અને સફળતાનું ફળ છે. કોઈપણ એવો માનવી નથી, જેણે જાત મેહનત કરી અને એને બધું પ્રાપ્ત થયું. અગર એને પ્રાપ્ત થાય છે તો એની પાછળની પ્રેરણા (inspiration) પ્રભુ છે. એની પાછળની ક્ષણો (moments) અને વિશ્વાસ પ્રભુનો છે. બધું જ થઈ રહ્યું છે, (Everything falling in place) એ સંજોગોની સાહયતા ની પાછળ પ્રભુ છે. એની ક્ષમા, એની કૃપા સતત છે. એની પાછળની કેન્દ્રિત મહેનત પણ પ્રભુ કરાવે છે. સતત એ સંભાળ રાખે છે અને સતત ધ્યાન રાખે છે. ખરેખર તો આ સફળતા એની મહેરબાની છે, એની અસીમ કૃપા છે. આપણે એના યોગ્ય બન્યા, એ એની કરામત છે. એ છે કે પ્રભુ કોઈ દિવસ એના કાર્યસિદ્ધિની વાતો નથી કરતો. એ જાણ્યા છતાં પણ કે એ જ બધું કરે છે, એ ચૂપ રહે છે અને એનું કાર્ય સતત કરતો રહે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.