શિવની પૂજા કોણે શરૂ કરી એ તમને ખબર છે? આરાધના, ફૂલ પૂજા, ધૂપ, દીપ કોણે શરૂ કર્યાં? કોણે કહ્યું કે ભગવાનની પૂજા આમ થાય, તેની અર્ચના આમ થાય? મનુષ્યને કોણે શિખડાવ્યું કે પ્રભુની આમ સેવા થાય? આ નથી એના મનના વિચાર પ્રમાણે કે, નથી એના દિલ પ્રમાણે, આ એક વિજ્ઞાન છે અને એના પગથિયા (stages) પણ વૈજ્ઞાનિક છે. થોડા મંત્ર ઉપચાર થાય છે, પ્રભુનું પૂજન થાય છે, તેને નૈવેદ્ય અર્પણ થાય છે, હવનની અગ્નિમાં બલિ ચડાવાય છે.
જૂના દિવસોમાં, જ્યારે શિવે બધા જીવોની મુક્તિની જવાબદારી લીધી, પછી એણે અમુક નિયમો, માર્ગો બનાવ્યા જેનાથી પ્રભુ જલદી ઝડપી માર્ગથી મળી શકે છે. અગર જીવને એના કર્મોના આધારે છોડવામાં આવે છે તો એને અબજો વર્ષો પ્રભુ મિલનમાં લાગે છે, પણ અમુક એવી પ્રભુ મિલનની પૂજા-અર્ચના હોય છે જે જીવન આધાર પ્રણાલીઓ (life support systems) હોય છે જે હજારો વર્ષોના પાપને એક ક્ષણમાં ધોઇ શકે છે.
આમાં ઘણા બધા રસ્તા છે, પણ એક રસ્તો તો પ્રભુ પ્રેમનો છે, અને સહુથી સરળ પ્રેમ પ્રભુને કરવો તો એના સેવા પૂજનથી થાય. એ જમાનો એવો હતો જ્યાં કોઈ છાયાચિત્ર (photographs) નહોતા, કોઈ છબી નહોતી, લોકોને ખબર નહોતી કે પ્રભુ કેવા લાગે છે. બસ એક લિંગ સ્વરૂપ શિવની સ્થાપના થઈ હતી. સ્વયં શિવે એની સ્થાપના કરી અને પછી સપ્ત ઋર્ષિઓએ પણ લિંગની સ્થાપના કરી. એટલે લોકો પણ શિવની આરાધના લિંગ તરીકે કરતા હતા. એક નિરાકાર બ્રહ્માંડને આકાર આપી, તેનું પૂજન કરવા લાગ્યા. પૂજનમાં શું કરવું, તેમને ખબર નહોતી. ગ્રંથો અને પુસ્તકોનો કોઈ જમાનો નહોતો. ત્યારે વાણીથી જ વેદોને એ સમજતા હતા. પણ એ વેદોનું અર્થઘટન (interpretation) અલગ-અલગ હતું. ત્યારે કોઈ ચાર વેદ નહોતા. એને વેદ નામ પણ નહોતું. ખાલી પ્રભુની વાણી એના સુત્ર કહેવામાં આવતું હતું. ત્યારે પ્રભુના નાદમાંથી અક્ષર બનાવમાં આવ્યો. મૂળ સ્વરમાંથી (Basic sounds) એક ભાષા બનાવવામાં આવી. ભાષાનું મૂળ (origin) પણ શિવે કર્યું.
અ,આ,ઓઉમ…બ, બા. બ્રીં...શ્ર, શ્રા, શ્રીં.
એમ કરી બીજ મંત્રની સ્થાપના થઈ. બીજ મંત્રમાં શ્રીં, બ્રીં, હ્રીં, એનો ઉપચાર થવા લાગ્યો. એક એક બીજ શબ્દ પ્રભુના નવા નવા તાર સાથે જોડે છે, અને બીજ મંત્રના ક્રમ અને સંયોજન (permutations and combinations), એ નવા નવા રહસ્ય ખોલતા રહ્યા, નવી નવી ઉર્જાનું (energy) ઉત્પાદન કરતું રહ્યું. બીજ મંત્રનું સ્મરણ કરી જ્યારે પ્રભુને શિવલિંગરૂપ સંબોધન કરવામાં આવતું હતું, ત્યારે બીજ મંત્રમાં એક ઉર્જા જન્મ લેતી હતી અને એ બીજ મંત્ર વિશ્વમાં પ્રસરવા લાગ્યું. પછી એ બીજ મંત્ર સક્ષમ થઈ પોતાની ઉર્જા આખા વિશ્વમાં પહોંચવા લાગ્યું. બીજ મંત્રનું ઉચ્ચારણ કરવાથી તેની ઉર્જા માનવીને મળવા લાગી. આ છે One of the life support systems. એવી રીતે ભાષાનો પ્રયોગ થયો. એટલે તો કહેવામાં આવ્યું છે કે જે બોલો એ ધ્યાનથી બોલો, કારણ કે હર એક શબ્દની એક ઉર્જા હોય છે જે તમને અને આખા જગત પર અસર કરે છે. એજ શબ્દો યુગ પરિવર્તન લાવે છે, એજ શબ્દો કાલને જગાડે છે, એજ શબ્દો વિચારોને બદલે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.