જીવનની જવાબદારી જેને લેતા આવ઼ડી ગઈ,
તેને જીવન જીવતા આવડી ગયું.
સ્વયંમની ઓળખાણ જ્યાં મળી ગઈ,
એને જીવન જીવતા આવડી ગયુ.
પ્રેમનો પોકાર જેને સંભળાઈ ગયો,
એને પ્રેમને સ્વીકારતા આવડી ગયું.
અંતરમાં તરતા જેને આવડી ગયું,
એને સાધનાના પથ પર ચાલતા આવડી ગયું.
નિષ્કામ કર્મ જેને કરતા આવડ઼ી ગયું,
એને પોતાના કર્તવ્યની ઓળખાણ મળી ગઈ.
ધ્યાનમાં જેને વિશ્વકલ્યાણ આવડ઼ી ગયું,
એને જીવનની આરાધના આવડ઼ી ગઈ.
ઉમંગમાં જીવતા જેને આવડ઼ી ગયું,
એને હર પળનો ઉપયોગ કરતા આવડી ગયું.
સૌંદય પર જેને ઉલ્લાસતા આવડી ગઈ,
એને જીવનના સંઘર્ષ પર રમતા આવડી ગયું.
હાસ્યમાં જેને જીવન વ્યતિત કરતા આવડી ગયું,
એને દુઃખને દૂર કરતા આવડ઼ી ગયું.
પરબ્રહ્મનું જ્ઞાન જેને મળી ગયું,
એને વિશ્વવિજય કલ્યાણ આવડ઼ી ગયું.
ઈશ્વરની કૃપાના પાત્ર જે બની જાય,
એને બધી શક્તિની પહેચાન મળી ગઈ.
ગર્વ અને અભિમાન પર જેને વિજય મળી ગયો,
એને સ્થિરતાની મંઝિલ મળી ગઈ.
ધર્મ અને અધર્મનો ભેદ જેને સમજાઈ ગયો,
એને દિવ્યતાનો ચેહરો પ્રાપ્ત થઈ ગયો.
ગુંજમાં જ્યાં દિવ્ય નાદ સંભળાઈ ગયો,
એને હર શબ્દમાં ખાલી દિવ્યતા જ પાપ્ત થઈ.
હજારો કોશિશ પછી જેને કામયાબી મળી ગઈ,
એને ઈશ્વર પ્રાપ્ત કરવાનો રસ્તો મળી ગયો.
ધૈર્ય અને નિશ્ચિંતતા જેને પાપ્ત થઈ ગઈ,
એને જીવનમાં બધું જ પ્રાપ્ત થઈ ગયું.
મનુષ્ય અને પ્રાણીને જે પ્રેમ કરતા શિખી ગયો,
એ પોતાની જાત સાથે પ્રેમ કરતા શિખી ગયો.
જ્ઞાનમાં ભાવોને જે સમજી શકે,
એને ઈશ્વરની ગુણોની પહેચાન મળી ગઈ.
જે શ્રદ્ધા અને વિશ્વાસથી આગળ ચાલી શકે,
એને સંજોગોથી ઉપર ઉઠવાની શક્તિ મળી ગઈ.
જે ગુરુકૃપાના પાત્ર બની શકે,
એને ભવસાગરને પાર કરવાની રાહ મળી ગઈ.
જેને આ વાક્યો સમજાઈ શકે,
એને તો ગુરુકૃપાની ઓળખાણ મળી ગઈ.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.