જમાનો તો ખરાબ આવશે, વિચારોની વણઝાર ભાંગશે, લાલચનું જોર વધશે અને પાપોના ભંડારા ભરાશે. વિશ્વાસના તો ઢગા થશે, પ્રેમની તો બલિ ચડશે, જોર હવસનું વધશે, જંગલમાં બહુ દંગલ થશે. દેશોના વિવાદ વધશે. ત્રીજા વિશ્વયુદ્ધનો આરંભ થશે. મૃત્યુ લોકોના ભરપુર થશે, વૈશ્યાઓ તો બેકાબૂ બનશે. માનવી માનવી પર અત્યાચાર કરશે. જુલ્મનો તો જમાનો આવશે. હર એકમાં પાપનો ઘડો ભરાશે, હૈયામાં તો ડર વસશે.
આ ના કોઈ ડરાવાની વાત છે, આ જગની આજની હકીકત છે. મનુષ્યની આ ભૂખ છે, દુનિયાની ચાલચલણ છે. જે મારા શરણમાં છે, તે સુરક્ષિત છે. જે મારા વગર ભ્રમમાં છે, તે તો એનો શિકાર છે. આ જગમાં કળિયુગનું જોર છે, આ જગમાં પાપોનો શોર છે. જે મારામાં ઊતરશે, એને મારી રાહ મળશે. જે મારાથી દૂર છે, એને ખાલી કર્મોનું જોર મળશે.
અહિંસાનો પથ ભુલાશે, વિશ્વાસની ડોર તૂટસે અને જગમાં બહુ બધા અનાથ થશે. હર એક દેશમાં વાદવિવાદ થશે. હર એક શેહરમાં લૂંટફાટ થશે. મનની ચંચળતા વધશે અને મિત્રતા તો ભાંગશે. રાજા પ્રજાને હેરાન કરશે, માનવી માનવીને કાપશે. હેરાન પરેશાન ભરી ધર્મની વાતો થશે, આડંબરથી તો લોકો રહેશે. સૃષ્ટિતો પ્રદુશિત થાશે અને આ જગ એનાજ ઈશારે લાચાર થશે.
એવા માહોલમાં પણ તમે આઝાદ રહેશો, સુરક્ષિત રહેશો, ને મારામાં રહેશો. તમને ના કોઈ આંચ આવશે, તમે તો સતત મારામાં રહેશો.
જગમાં બહુ બધા બદલાવ આવી રહ્યા છે. તમે હવે તો આગળ વધશો. તમે ઊંચાઈ પર પહોંચશો, તમે એક આદરને પાત્ર બનશો. તમે સમ રહેશો, તમે મારામાં રહેશો. જે આ માહોલમાં તણાઈ જશે, એ તો ભૂલી જશે. જે આ માહોલથી ઉપર ઊઠશે, એ તો મને પામશે.
આ જગમાં અનેકો નાગરિકો ઘાયલ થશે. દેશોની સેનાઓ ખતમ થશે, દુકાલ પડશે અને વાતાવરણ પ્રદૂષિત બનશે. રાસાયણિક યુદ્ધ (chemical war) થશે અને લોકોની ખુબ હાની થશે. વિજ્ઞાનનો ઇસ્તેમાલ ખૂબ થશે અને લોકોને ઇંટરનેટ દ્વારા જ ખતમ કરવામાં આવશે. બેંક ખાતા સુરક્ષિત નહીં રહે. ચિંતાઓ ભરપૂર રહેશે. અસંખ્યના ચરિત્ર પર કલંક લાગશે અને વિચિત્ર માહોલમાં વિચિત્ર વર્તન થાશે.
નદીઓમાં પૂર આવશે, જગમાં નુકસાન થશે. પરમાણુ શસ્ત્રો (nuclear weapons) વપરાશે અને અનેક શેહરો ખતમ થશે. ત્યાર પછી એક શાંતિ આવશે, ત્યાર પછી એક પસ્તાવો થશે. ત્યાર પછી કઈંક માહોલ સુધરશે. ત્યાર પછી એક નવા ધર્મની સ્થાપના થશે. ત્યાર પછી લોકો મને સમજશે. ત્યાર પછી એક માનવતા જાગશે. સૌને પ્રેમ મળશે, ત્યાર પછી એક મોટો બદલાવ આવશે.
તૈયાર રહેજો, મારામાં રહેજો, તમે જરુર સૂરક્ષિત રહેશો.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.