દશમ ગ્રંથસાહેબ એક અમૂલ્ય વાણી છે જે પ્રભુ એ પોતે ઉતારી છે અને લખાવી છે. એમાં પ્રભુએ સુત્રના સાર, વેદોની ભાષા અને ભજનાવલી શામિલ કર્યા છે. દશમ ગ્રંથને સમજવું આસાન નથી, તે વાણીને ઉતારવી આસાન નથી. દશમ ગ્રંથની ભાષા સરળ, સુંદર અને અદભૂત છે. જે એને વાંચે છે, તે તેમાં ખોવાઈ જાય છે. એ આ યુગનું અમૃત છે, આ જમાનાનું એક સુંદર પ્રભુ દર્શન છે.
જે પ્રભુ નિરહંકાર છે, નિરાકાર છે, અલૌકિક છે, અભેદ છે, આદિ અનાદિ કાળથી છે, કાળથી પરે છે, અહિંસક છે, અપ્રાણ પ્રાણ છે, અપમાનથી પરે છે, અનુગ્રહ આરોગ્ય છે, અનુમાનની બહાર છે, નિર્લેપ છે - એવા પ્રભુ ના વખાણ લખવા, તેનો ઉલ્લેખ કરવો, એ મુશ્કેલ છે. પણ આ ગ્રંથએ એનું સુંદર વર્ણન કરી પ્રભુ ને જીવંત, આકાર અને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે. જે આ ગ્રંથને માને છે, તે પ્રભુને પામે છે. જે આ ગ્રંથ ને સમજે છે, તે પ્રભુને જાણે છે.
ગ્રંથનો ઉલ્લેખ ગુરુ ગોવિંદસિંહએ કર્યોં, એણે સજાવ્યો અને બધા માટે ઉપહાર રૂપી જગમાં ફૈલાવ્યો. આવા ગુરુને કોટી કોટી વંદન છે. આવા પ્રભુને કોટી કોટી પ્રણામ છે. આની મહિમા હજી વધે, આનો મહિમા બધા સમજે અને આની મજા સહુને મળે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.