Dashavtaar

Para Talks » Articles » Dashavtaar

Dashavtaar


Date: 04-Jun-2017

Increase Font Decrease Font
દશાવતારની વાતો ક્યાંથી થાય, જ્યાં એ દસે અવતાર મારી અંદર જ છે. પ્રેમની વાતો ક્યાંથી થાય જ્યાં પ્રેમ મારી અંદર ભરપૂર છે. વિચારોની મતધારા ક્યાંથી ખૂટે જ્યાં હર વિચારમાં એ સ્થિત છે.
માનવ જન્મ પછી સૃષ્ટિમાં અનેક પરિવર્તન થયા. કેટલા બરફ કાળ (ice-age)આવ્યા, કેટલાય પ્રાણીઓએ જન્મ લીધા અને કેટલાય પ્રાણીઓ ખતમ થયા. છતાં મનુષ્યની પ્રગતિ વધતી જ રહી, મનુષ્યની ઓળખાણ આગળ થતી રહી. કોઈ કલ્પનામાં આગળ વધ્યું, તો કોઈ જગતકલ્યાણમાં પ્રભુને પામ્યું. હર એક ઇચ્છામાં પણ તો એ પ્રગતિ તરફ જ આગળ વધ્યું. એવા મનુષ્યને સતત પ્રભુએ મદદ કરી, સતત એની સંભાળ રાખી. જ્યારે જ્યારે મનુષ્યને એની જરૂર પડી, ત્યારે ત્યારે પ્રભુએ એની મદદ કરી. ક્યારેક મત્સ્ય અવતાર, તો ક્યારે વરાહ અવતાર, ક્યારે નૃરસિંહ અવતાર તો ક્યારેક રામ અવતાર તો ક્યારેક કૃષ્ણ અવતાર તરીકે પ્રભુ અવતરિત થયા. પ્રભુએ ક્યારેય પીછોહઠ નથી કરી.
જગ આખાની સંભાળ રાખવા પ્રભુએ પણ આ સૃષ્ટિમાં જન્મ લીધો, લીલા રચી અને મનુષ્યને નવું માર્ગદર્શન આપ્યું.
કોઈ એ અવતારોને વિષ્ણુપુરાણ કહે તો કોઈ એને ભાગવત કથા કહે, પણ આ બધી કાંઈ વાર્તા નથી, આ તો સાચે જ પ્રભુની હકીકત છે. સાચે જ પ્રલય વખતે, મત્સ્ય અવતાર લઈ પ્રભુએ મનુ શતરૂપાને બચાવ્યા. સાચે જ વરાહ અવતાર લઈ પ્રભુએ હિરણ્યકષ્યપનો નાશ કર્યોં, તેમાં કાંઈ ભૂમિ દરિયામાં નહોતી ડૂબી પણ ભૂમીદેવીને કેદ કરવામાં આવી હતી. સૃષ્ટિ આખી કેદ હતી, એ કૈદ ને તોડવા અને માનવને બચાવા પ્રભુએ વરાહ નું રૂપ લીધું કારણકે હિરણ્યકષ્યપને વરદાન હતું કે ખાલી એને પશું મારી શકે, જે ન જળમાં રહે, ન ધરતી પર, જે ન આકાશમાં ફરે, ન પાતાળમાં. ત્યારે વરાહે જન્મ લેવો પડ્યો કારણ કે એ ન જળમાં રહે છે, ન ધરતી પર, એ ખાલી કીચડમાં રહે છે.
એવા જ નૃરસિંહ અવતારને પણ આવવું પડ્યું, કારણ કે આવા વિચિત્ર વરદાનને તોડવા હતા.
હર એક વરદાનને તોડવા પ્રભુએ જન્મ લીધા - ક્યારેક વામન બની તો ક્યારેક વિરાટ બની, ક્યારેક મર્યાદા પુરષોત્તમ રામ બની તો ક્યારેક ક્ષત્રિયનો સર્વનાશ પરશુરામ બની, ક્યારેક સર્વગુણ કૃષ્ણ બની તો ક્યારેક બુદ્ધિશાળી બળવાન બુદ્ધ બની. આ જ રહ્યા છે પ્રભુના નવા નવા અવતારો અને સંદેશાઓ. પ્રભુનો કલકી અવતાર તો જન્મ લઈ ચૂક્યું છે અને સર્વનું માર્ગદર્શન કરી રહ્યો છે. પછી એને બાબાજી કહો કે પછી મહાઅવતાર કહો પણ એ પ્રબોધકોને (prophets) માર્ગદર્શન આપી જગનું સતત કલ્યાણ કરી રહ્યા છે.
આવા છે પ્રભુના દશઅવતાર, આવો છે પ્રભુનો વિજયપથ, આવી છે પ્રભુની લીલા, એની દિવ્ય ધારા.


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Dasam Granth
Next
Next
Dead Sea Scrolls, Kumran (Qumran Caves) and Dead Sea
First...2122...Last
દશાવતારની વાતો ક્યાંથી થાય, જ્યાં એ દસે અવતાર મારી અંદર જ છે. પ્રેમની વાતો ક્યાંથી થાય જ્યાં પ્રેમ મારી અંદર ભરપૂર છે. વિચારોની મતધારા ક્યાંથી ખૂટે જ્યાં હર વિચારમાં એ સ્થિત છે. માનવ જન્મ પછી સૃષ્ટિમાં અનેક પરિવર્તન થયા. કેટલા બરફ કાળ (ice-age)આવ્યા, કેટલાય પ્રાણીઓએ જન્મ લીધા અને કેટલાય પ્રાણીઓ ખતમ થયા. છતાં મનુષ્યની પ્રગતિ વધતી જ રહી, મનુષ્યની ઓળખાણ આગળ થતી રહી. કોઈ કલ્પનામાં આગળ વધ્યું, તો કોઈ જગતકલ્યાણમાં પ્રભુને પામ્યું. હર એક ઇચ્છામાં પણ તો એ પ્રગતિ તરફ જ આગળ વધ્યું. એવા મનુષ્યને સતત પ્રભુએ મદદ કરી, સતત એની સંભાળ રાખી. જ્યારે જ્યારે મનુષ્યને એની જરૂર પડી, ત્યારે ત્યારે પ્રભુએ એની મદદ કરી. ક્યારેક મત્સ્ય અવતાર, તો ક્યારે વરાહ અવતાર, ક્યારે નૃરસિંહ અવતાર તો ક્યારેક રામ અવતાર તો ક્યારેક કૃષ્ણ અવતાર તરીકે પ્રભુ અવતરિત થયા. પ્રભુએ ક્યારેય પીછોહઠ નથી કરી. જગ આખાની સંભાળ રાખવા પ્રભુએ પણ આ સૃષ્ટિમાં જન્મ લીધો, લીલા રચી અને મનુષ્યને નવું માર્ગદર્શન આપ્યું. કોઈ એ અવતારોને વિષ્ણુપુરાણ કહે તો કોઈ એને ભાગવત કથા કહે, પણ આ બધી કાંઈ વાર્તા નથી, આ તો સાચે જ પ્રભુની હકીકત છે. સાચે જ પ્રલય વખતે, મત્સ્ય અવતાર લઈ પ્રભુએ મનુ શતરૂપાને બચાવ્યા. સાચે જ વરાહ અવતાર લઈ પ્રભુએ હિરણ્યકષ્યપનો નાશ કર્યોં, તેમાં કાંઈ ભૂમિ દરિયામાં નહોતી ડૂબી પણ ભૂમીદેવીને કેદ કરવામાં આવી હતી. સૃષ્ટિ આખી કેદ હતી, એ કૈદ ને તોડવા અને માનવને બચાવા પ્રભુએ વરાહ નું રૂપ લીધું કારણકે હિરણ્યકષ્યપને વરદાન હતું કે ખાલી એને પશું મારી શકે, જે ન જળમાં રહે, ન ધરતી પર, જે ન આકાશમાં ફરે, ન પાતાળમાં. ત્યારે વરાહે જન્મ લેવો પડ્યો કારણ કે એ ન જળમાં રહે છે, ન ધરતી પર, એ ખાલી કીચડમાં રહે છે. એવા જ નૃરસિંહ અવતારને પણ આવવું પડ્યું, કારણ કે આવા વિચિત્ર વરદાનને તોડવા હતા. હર એક વરદાનને તોડવા પ્રભુએ જન્મ લીધા - ક્યારેક વામન બની તો ક્યારેક વિરાટ બની, ક્યારેક મર્યાદા પુરષોત્તમ રામ બની તો ક્યારેક ક્ષત્રિયનો સર્વનાશ પરશુરામ બની, ક્યારેક સર્વગુણ કૃષ્ણ બની તો ક્યારેક બુદ્ધિશાળી બળવાન બુદ્ધ બની. આ જ રહ્યા છે પ્રભુના નવા નવા અવતારો અને સંદેશાઓ. પ્રભુનો કલકી અવતાર તો જન્મ લઈ ચૂક્યું છે અને સર્વનું માર્ગદર્શન કરી રહ્યો છે. પછી એને બાબાજી કહો કે પછી મહાઅવતાર કહો પણ એ પ્રબોધકોને (prophets) માર્ગદર્શન આપી જગનું સતત કલ્યાણ કરી રહ્યા છે. આવા છે પ્રભુના દશઅવતાર, આવો છે પ્રભુનો વિજયપથ, આવી છે પ્રભુની લીલા, એની દિવ્ય ધારા. Dashavtaar 2017-06-04 https://myinnerkarma.org/articles/default.aspx?title=dashavtaar

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org