અદ્વૈતમાં કાંઈ નથી હોતું
દ્વૈતમાં કાંઈ આપણું નથી હોતું
અદ્વૈતમાં હું નથી હોતો
દ્વૈતમાં તમારા સિવાય બીજું કંઈ નથી હોતું
અદ્વૈતમાં ભાવ નથી હોતા
દ્વૈતમાં ભાવનું જ્ઞાન નથી હોતું
અદ્વૈતમાં સમર્પણ નથી હોતું
દ્વૈતમાં સમર્પણનો તો વિચાર પણ નથી હોતો
અદ્વૈતમાં સંસાર નથી હોતો
દ્વૈતમાં સંસાર વિના બીજું કંઈ નથી હોતું
અદ્વૈતમાં હું - શિવ નથી હોતો
દ્વૈતમાં શિવ વિના બીજું કંઈ નથી હોતું
અદ્વૈત મારું નિર્ગુણ સ્વરૂપ છે
દ્વૈત મારું સગુણ સ્વરૂપ છે
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.