માનવીને ભજવા માટે શું જોઈએ-પૂજન, અર્ચન કે સેવન? માનવી ને ભજવા માટે મનની આવશ્યકતા છે. મન વગર માનવી પ્રભુને યાદ નથી કરી શક્તો. મન વગર માનવી પ્રભુ માટે પ્રેમ મહેસૂસ નથી કરી શકતો. એટલે જ તો એમ કહેવામાં આવ્યું છે કે મનને કાબૂમાં રાખો. મન કાબૂમાં રહેશે તો પ્રભુ મળશે. મન થકી આપણી પાંચ ઇંદ્રિયો નાચ છે, મન થકી તો આપણા વિચારો ભાગે છે. મન થકી તો લાલસા અને લાલચ ઊગે છે. મન કાબૂમાં હશે તો બધું શાંત હશે. મન કાબૂમાં જ નહીં હોય તો નાચશે અને તમને પણ નચાવશે. ઘડીકમાં આ જોઈએ છે, ઘડીકમાં તે જોઈએ છે. નાચ નાચતા રહીશું, કર્મોના ફેરામાં ભમયા કરશું. મન શાંત કરવા અનેક રસ્તા છે. મનને પ્રભુ નામના જપમાં લીન કરો, મનને પ્રભુના કાર્યમાં વ્યસ્ત કરો, મનને ઉપાસનામાં પ્રભુને યાદ કરો. મનમાંથી વિચારો આપોઆપ ભાગશે, વિકારો સમાપ્ત થશે અને શુદ્ઘ ભાવો આવશે. મનની શાંતી એ જ પરમ શાંતિ છે. મનની કૃપા એ જ પરમ કૃપા છે. મનની યોગ્યતા એજ તો આ જીવનનો યોગ છે. ખાલી ધ્યાનથી મન શાંત નહીં થાય. ઇચ્છાઓ શાંત કરવી હશે તો વેદના મહસૂસ કરી, પ્રભુમાં લીન થવું પડશે. હર એક સમય, હર એક કાર્ય, હર એક પળનું એનામાં જોડાણ કરવું પડશે. ત્યારે જ મન પ્રભુ તરફ ભાગશે અને એ પોતાની જાત ને સંવારશે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.