વૈરાગ્યનોં જન્મ ક્યાંથી થાય છે? કેમ કોઈ માટે ભગવાનને યાદ કરવા સહજ છે અને કેમ કોઈ ભગવાનને યાદ જ નથી કરી શકતું? કેમ ભગવાનની વાતો કર્યા પછી પણ, એનામાં ભગવાન માટે તડપ જાગતી નથી? અંતર પરિવર્તન જ એમાંથી બહાર કાઢી શકે છે. પણ અંતર પરિવર્તન ક્યારે થાય છે. અંતરથી એ વેદના ક્યારે ઊભી થાય છે? પ્રભુના નામનું સ્મરણ ક્યારે સુખચેન આપે છે? કેમ સગાસંબંધીને સાથે મોક્ષ તરફ નથી લઈ જવાતા? અંતર પરિવર્તન – જ્યારે આ મોહમાયાથી બહાર નીકળવાની સાચી વેદના થાય, ત્યારેજ થાય છે. ક્ષણિક વેદના, ક્ષણિક વૈરાગ્ય, અંતર પરિવર્તન નથી લાવતું. સારા સમયમાં પાછા આપણે ત્યાં ને ત્યાં ઊભા રહી જઈએ છીએ. એટલેજ એમ માનવું કે જ્યારે બહુ દુઃખો આવે છે, ત્યારે પ્રભુ આપણે 1000 મોકા અંતર પરિવર્તન લાવવા માટે આપે છે, અને પછી જ્યારે એ સહાય રૂપી આપણા ગુરુને મોકલાવે છે, ત્યારે જ અંતર પરિવર્તન થાય છે. સ્વયંથી કાંઈ નથી થતું. પણ ગુરુ એ ત્યારે જ કરી શકે જ્યારે આપણે ગુરુને બધુ સમર્પણ કરીએ છીએ. નહીં તો ગુરુ પાસે આપણે ખાલી સુખ સગવડની માંગણી કરતા હોઈએ છીએ. એટલેજ જ્યારે સદ્દગુરુ મળે છે, ત્યારે એમની પાસે ખાલી થવું, એમના પર પૂરુ વિશ્વાસ કરવો અને એ જેમ ચલાવે, તેમ ચાલતાં રહેવું. નહીં તો આ માયાના કુંડમાં આપણે ફસાતા રહેશું. ક્યારેક સુખ, ક્યારેક દુઃખમાં રહીશું, પણ આમ ને આમ આપણે જીવતા રહીશું – A walking, talking robot who does not want to come up but just enjoy and survive.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.