પુણ્યનું ફળ મીઠું હોય છે એવું માનવામાં આવે છે, એ કોને કહ્યું? શું આપણે જોયું છે કે આ કાર્ય કરવાથી મીઠું ફળ મળે છે? શું આપણે જોયું છે કે પાપ કરવાથી નુકસાન થાય છે? આપણે તો આપણા એક પણ કાર્યના પરિણામ નથી જોયા. તો એમ કેમ માનીયે છે કે આ કરવાથી પુણ્ય મળશે અને આ કરવાથી પાપ. ઘણા માનવી એવું નથી માનતા અને બેફામ હરકતો કરે છે. તેમને ખબર જ નથી કે આના પરિણામ શું આવશે? આ જન્મમાં આવશે કે પછી બીજામાં. ક્યારેક એમ લાગે કે આ માનવીએ આટલો જુલ્મ કર્યો તો એને કેમ સજા નથી મળતી? ક્યારેક એમ લાગે કે આ માનવીએ આટલા સારા કર્મો કર્યા તોય એને કેમ પરિસ્થિતિમાં બદલાવ નથી આવતો? એમ પણ વિચાર આવે છે કે આગલા જન્મોના કર્મો આપણે કેમ યાદ નથી? અગર એ આપણને ખબર હોત તો કદાચ આપણે એને સુધારવાની કોશિશ કરતે, એનાથી બહાર આવત. તો પછી આ પરદો કેમ રાખવામાં આવ્યો છે? એના નિયમો અને પ્રભુની ચાલો આપણને સમજાતી નથી. એના સમય પર એ આવીને ઊભો રહી જાય છે ત્યારે સમજમાં આવે છે કે આ સુખ ભોગવી રહ્યા છીએ કે આ દુઃખ ભોગવી રહ્યા છીએ,
હકીકત એ છે કે કર્મો આપણે કરીએ છીએ ના એ વિચારીને કે આ કરવાથી પુણ્ય મળશે ને આ કરવાથી પાપ મળશે. કર્મો આપણે કરીયે છીએ based on our happiness and pursuit towards happiness. કોઈને પોતાના સુખ સગવડથી સુકૂન મળે છે અને કોઈને બીજાને ખુશી આપવામાં મજા આવે છે. પછી ભલે એની પરિસ્થિતિમાં કાંઈ બદલાવ ન હોય. કર્મો આપણે આપણી મનની અવસ્થા પ્રમાણે કરતા હોઇએ છીએ. એમાં ક્યાંય પણ આપણે પાપ-પુણ્યનો વિચાર કર્યો જ નથી. કોઈને હાની પહોંચાડવામાં ખુશી મળે છે તો કોઈને બળની રમત(power game) રમવામાં મજા આવે છે. હર એક જીવ આનંદ લેવા માટે કર્મો કરે છે. હતાશ (Depressed) મનુષ્ય કર્મ કરી જ નહીં શકે કારણ કે એ હતાશામાં (depression) જ મજા લે છે. જે જીવ પૂર્ણ કાર્ય કરવાનું બંધ કરે છે, તે જીવ જીવી નથી શકતો. સાધના કરતા સંત પણ ધ્યાનમાં લીન થઈને કાર્ય કરે છે. એ કાર્ય કે પ્રભુમાં એક થવું છે. કોઈ પણ કાર્ય પાપ પુણ્ય કરીને કરી જ નથી શકતો તો પછી એનો હિસાબ કઈ રીતે રાખે? રાખે તો ખાલી એ રાખે કે મને આમાંથી ખુશી મળે છે. દુઃખી માનવી પણ કર્મ કરશે સુખ પામવા માટે. તો પછી આ કર્મોથી કોણ મુક્ત થઈ શકે છે? જ્યારે જીવ પ્રભુને પ્રાર્થના કરે છે કે, ``મારી પાસેથી તું બરાબર કાર્ય કરાવ. તને જે મારી પાસેથી કરાવવું છે એ તું કરાવ.” ત્યારે જે કાર્ય થાય છે એ બરોબર કાર્ય થાઈ છે. કારણ કે એ જીવે પોતાની બધી ક્રિયા પ્રભુને સોંપી દીધી છે, પછી એ કાર્ય કરવાથી એને સુખ સગવડ નહીં હોય, તોયે એ કરશે અને એ કાર્યથી એને કોઈ ફાયદો નહીં હોય તોએ એ કરશે, ત્યારે જ એના પાપ પુણ્ય ભૂંસાય છે. આપણને આવા સંદેશને આદેશ કોણ આપી શકે છે? એ છે આપણા સદ્દગુરુ. તે જ આપણને સાચી રાહે લઈ જઈ શકે છે. જ્યારે એમના ચિંધેલા માર્ગે આપણને ચાલશું ત્યારે જ આપણા કર્મોથી આપણે મુક્ત થશું. ત્યાં સુધી કર્મો આપણે કરતા રહીશું અને એ ભ્રમમાં રહીશું કે આપણે પ્રભુના માર્ગે ચાલ્યા કરશું. Satguru is not an instrument who will put his stamp on our actions. We are responsible for our own actions. Only if we do as per his instructions, then he takes our responsibility. If not, then he is not responsible for our actions. કોઈ દુવિધામાં ન રહેજો કે હું ગુરુના માર્ગે ચાલું છુ. યાદ કરજો એમના શબ્દોને અને વિચાર કરજો કે શું તમે એમના કહેલા શબ્દોનું પાલન કર્યું કે નહીં? તમે જ તમારા ન્યાયાધીશ (judge) બનીને જોજો તો ખબર પડશે ક્યાં ચૂક્યા અને ક્યાં પામ્યા. Afterall we are responsible for our lives. We only show off that guru is taking care. No, we have never surrendered to him. Then how can he take care?
કોઈને સદ્દગુરુના માર્ગે ચાલવાથી ડર લાગે છે, કોઈને બીજી વસ્તુ જોઈએ છે. કોઈએ પણ તો એમના કહેલા શબ્દોનું પાલન કર્યું જ નથી. આ હકીકત છે અને આ આપણા બધાની અવસ્થા છે. સુધરવું આપણા હાથમાં છે, સમર્પણ આપણા હિતમાં છે. પછી પણ જેને પોતાનું ધારેલું કરવું છે, એ તો એના રસ્તા પર એકલો છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.