કર્મ હું કરતો નથી, કર્મથી હું પરે છું
કર્મ થી લાચાર નથી, કર્મનો લખનાર છું
કર્મથી કોઈ ઉપર નથી, કર્મથી કોઈ બચ્યું નથી
કર્મ કરો એવાં તમે, કર્મથી ના બંધાઓ તમે
કર્મ બાળવાં નથી સહેલાં, કર્મ સહન કરવાં નથી સહેલાં
કર્મની લાઠી પડે જ્યારે, રડી ઊઠે બધા ત્યારે
યંત્ર, તંત્ર, મંત્ર છે કર્મ બાળવાની ચાવીઓ
યજ્ઞ કરશો તમે, એના અગ્નિમાં બાળશો કર્મને
જીવશો જીવન સાધારણ રીતે, જન્મોના જન્મો લેશો તમે
પ્રાર્થના કરજો મને જરૂર – કર્મ બાળવામાં સહાય બનજો હજૂર
કર્મના ક્રમમાં બંધાઈ ગયા તમે, એની ચાવીઓ સોંપજો પ્રભુને
બાળશે એ તમારાં કર્મ એવાં, બની જશો તમે કર્મમુક્ત એવા
ના કરજો કોઈ કર્મ પોતાનાં સમજીને, કરજો કર્મ પ્રભુનાં સમજીને
ફળની આશ તો દૂર રહેશે, જ્યારે કર્મ કરશો ખાલી પ્રભુ માટે
આ છે રહસ્ય કર્મયોગનું, બંધન તારું તોડવાનું
કર્મથી પરે થવું હશે તને, તો યાદ રાખજે આ વાતોને
પછી ના કોઈ ફરિયાદ હશે, ના કોઈ કર્મની લાઠીનો માર હશે
ખાલી પ્રભુનો માર્ગ હશે, જીવન જીવવાની એક અનોખી રીત હશે
ઉતારશે આ વાતને અંદર તું, જીવન મુક્ત થાશે તું
જગાડ તારી જાતને એવી, કર્મના રોકી શકે તને એવી
સમજી લે આ વાતો મારી, ગુપ્ત રહસ્ય છુપાયેલું છે એવું
કર્મથી પરે થવું કેવી રીતે, એનો ગૂઢાર્થ છે એમાં
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.