કેવળજ્ઞાન, એ અવસ્થાનું નામ છે જ્યાં હૃદયમાં પૂરું માન છે અને જ્ઞાનનું ના કોઈ અભિમાન છે. પ્રભુત્વ અવસ્થાનો પહેચાન છે અને અંતરના ઊંડાણમાં એની પહેચાન છે. કેવળજ્ઞાન ત્રિકાળજ્ઞાનની પહેચાન નથી. ત્રિકાળજ્ઞાનથી મનુષ્ય પરમાત્મા નથી બનતો, મનુષ્ય શુદ્ધ નથી થતો અને મનુષ્ય પરિપૂર્ણ નથી સમજાતો. કેવળજ્ઞાની મનુષ્યને પોતાની અવસ્થાનું અનુમાન છે. એને પ્રભુમિલનનું જ્ઞાન છે અને દિવ્યતા પ્રાપ્ત છે, પણ કેવળજ્ઞાન પ્રભુમિલનની પહેચાન તો છે જ. એના ઈશારે ચાલવાની તો સમજણ છે અને એ દિવ્યતા પર રહેવાની એક મોટી છલાંગ છે.
નિર્વાણ એવા અનુભવની વાત છે જેનો અનુભવ સંભવ નથી. ન કોઈ પોતાની પહેચાન છે, ન કોઈ આરાધનાનું ફળ છે. નિર્વાણ ન કોઈ અવસ્થાનું નામ છે, નિર્વાણ પ્રીતનો મુકામ છે. નિર્વાણ ન કોઈ શરીરનું નામ છે, નિર્વાણ ન કોઈ આરામનું નામ છે. નિર્વાણ ન સ્વતંત્ર વિચારોનું ધામ છે, નિર્વાણ ન પ્રેમનું સરનામું છે. નિર્વાણ એક અજુબો, અનુકૃતિ, અનુપ્રેક, અનુસાદ, અનુઘાતનું નામ છે જ્યાં જીવાત્મા, જીવાત્મા નથી રહેતો, જ્યાં પરમાત્મા શરીર સાથે નથી રહેતો, જ્યાં એક જીવ નથી રહેતો, જ્યાં અરિહંત મહંત નથી રહેતો, જ્યાં જીવનમુક્ત આત્મા નથી રહેતો, જ્યાં શરીર નિર્વસ્ત્ર નથી રહેતું, જ્યાં પ્રાણ અપાન નથી રહેતા, જ્યાં ચાહત પરહિત નથી રહેતી, જ્યાં જગ આ નથી રહેતું, જ્યાં સંજોગ અને યોગ નથી રહેતા, જ્યાં મિલન અને સંમેલન નથી રહેતું, જ્યાં જીજ્ઞાસા પરભાષા નથી રહેતી, અને જ્યાં મન જ નથી રહેતું. જ્યાં મન ન હોય ત્યાં કોઈ પણ ધાતુ નથી રહેતી, ત્યાં જાગ્રત અવસ્થા નથી રહેતી, ત્યાં ખુદની કોઈ પહેચાન નથી રહેતી. જ્યાં ઉમર, શરીર નથી રહેતું ત્યાં કલ્પ, કાળ નથી રહેતો, ત્યાં કોઈ સંકલ્પ-વિકલ્પ નથી રહેતો. જ્યાં આ સૃષ્ટિ જ નથી રહેતી ત્યાં નિર્જીવ જીવ પણ નથી રહેતો, ત્યાં ખાલી બ્રહ્માંડ હોય છે, બીજું કંઈ નથી હોતું.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.