કૃપા અમે વરસાવતા નથી, કૃપા અમે છલકાવીએ છીએ
સંકોચથી અમે આપતા નથી, ભરી-ભરીને વહેંચીએ છીએ
કૃપા બધાને મળે છે, એમની લાયકાત પ્રમાણે તે લે છે
કૃપાથી અમે કોઈને વંચિત રાખતા નથી, કૃપામાં સહુને રાખીએ છીએ
કૃપા વિના આ સંસાર નથી, કૃપા વિના કોઈ કરુણા નથી
કૃપાથી તો દુનિયા ચાલે છે, કૃપાથી તો બધા બધું પામે છે
લાયકાત કોઈની એટલી નથી, કે કૃપા વિના તે પામી શકે
કોઈ સાંસારિક કૃપા માગે છે, તો કોઈ પ્રભુમિલનની કૃપા માગે છે
કૃપા તો અમારો સ્વભાવ છે, કૃપા વિના પ્રભુ નથી
કૃપાના પાત્ર બનશો તમે, તો ભાગ્યશાળી તમારા જેવો બીજો કોઈ નથી
કૃપા વિના ના વિકારો કાબૂમાં આવે છે, કૃપા વિના ના સંકોચ તૂટે છે
કૃપા વિના ભક્તિ મળતી નથી, કૃપા વિના ના પ્રેમ જાગે છે
કૃપા તો પ્રભુ સતત આપે છે, કૃપા તમે સતત મેળવો છો
દયાનો તો ભંડાર છે, એની જાણ કોઈક જ વાર આપે છે
કૃપા વિના અહં મટતો નથી, કૃપા વિના શૂન્ય થવાતું નથી
કૃપા તો શીખવી પડશે તમને પણ, કૃપાથી તો મંઝિલ પમાય છે
કૃપા બલિદાન માગે છે, કૃપા હૈયામાં પ્રેમ માગે છે
કૃપા તમારી સોચ બદલાવે છે, કૃપા જ તો તમને બહાર કાઢે છે
કૃપામાં છુપો છે તમારો મોક્ષ, કૃપા જ તમને સંસાર પાર કરાવે છે
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.