કુંભના મેળાનો મહિમા એવો છે જે અનંતકાળથી ચાલી આવ્યો છે. કહેવાય છે એ દેવો અને અસુરોના યુદ્ધમાં અમૃતના બુંદ અહીં પડ્યા હતા અને તે માટે અહીં ડૂબકી મારવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું કંઈ નથી. અમુક ધરતી, જગમાં પાવન છે અને તે સદૈવ પાવન રહે છે. ત્યાં અગણિત સમયથી પ્રેમની વર્ષા અને પ્રભુના આશીર્વાદ વરસે છે, અહીં સદૈવ જાગૃતિના અણમોલ અંશ મળે છે. મોક્ષ, શરીર મોક્ષ નથી હોતું પણ આત્માની શુદ્ધિ હોય છે. આત્માશુદ્ધિ ડૂબકી લગાડવાથી નથી મળતી પણ ત્યાંના પાવન મંત્ર, ભાવો, આશિષને અંતરમાં ઉતારવાથી મળે છે. આ ધરતી પર એ પવન જગ્યા સાક્ષાત કાયમ જાગૃત છે. મેળાના નામ પર અનેક સાધુ, સંત, લોકો ત્યાં જાય છે. વાતાવરણમાં સતત પ્રભુનું નામ ગુંજે છે. અનેકોને શાંતિ મળે, તેમને એ ધરતીના આશિષ મળે, એટલે મેળાનું નામ અપાય છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.