શરીર જ્યાં શરીર નથી, ત્યાં એનું વજન નથી
શરીરભાન જ્યાં રહેતું નથી, પ્રભુ સાથે એક થયા વિના રહેવાતું નથી
પછી શરીર જમીન પર રહેતું નથી, પ્રભુ સાથે ઉપર એ તો ઊઠતું રહે
શરીરમાં પ્રાણ રહેતા નથી, પ્રાણ-પરમાત્મા અલગ રહેતા નથી
યોગીની પ્રક્રિયા છે, પણ એ તો ખાલી એક કલ્પના છે
જ્યાં પ્રભુ સાથે જોડાણ છે, સાચી એ તો અનુભૂતિ છે
યોગી, ભોગી, રોગી, કાંઈ રહેતું નથી, આ સુશ્રુતિ રહેતી નથી
પ્રભુની તલ્લીનતા છે, શરીરનું માધ્યમ રહેતું નથી
જીવ વિમુખી છે, વિજય છે, વિશ્વધારી છે, અવિનાશી છે
જીવનનું કાંઈ મૃત્યુ નથી, જીવમાં કંઈ રહેતું નથી
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.