અનુભવની વાતો શું કરવી, જ્યાં અનુભવ કરવા માટે કોઈ રહેતું નથી. પોતાની ઓળખાણ શું આપવી જ્યાં ઓળખાણ આપવા માટે કોઈ રહેતું નથી. અવસ્થા સમજાવાતી નથી, પ્રેમને રોકાતો નથી. નિસ્વાર્થ કર્મોના ખેલ રમાય છે અને મિલનના ગીત ગવાય છે. આ પૂર્ણતાના રંગમાં શરીરભાન ભુલાય છે અને અંતરના રંગોની ખાલી દિવ્યતા સર્જાય છે. કોઈ તો દૂર નથી, કોઈ તો અલગ નથી, જ્યાં સૃષ્ટિમાં બધે જ તો રમાય છે. જ્ઞાન કોઈ પુસ્તકનું નથી, વાણી અસત્ય નથી. પ્રેમના સાગરમાં બુંદ-બુંદ પ્રજ્ઞાના આચમન થાય છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.