કોઈને પ્રભુનું નામ લેવું ગમતું નથી તો કોઈને પ્રભુને યાદ કરવા નથી. સર્વને પોતાનું દૈનિક કાર્ય પ્યારું છે, સહુને એના વિરુદ્ધ જાવું નથી. એમાં એમને પ્રભુની રાહ કઈ રીતે બતાડાય? એમાં એમને પ્રભુનો પ્રેમ કઈ રીતે સમજાવાય? બધું સમજ્યાં પછી પણ એમને અંતરમાં નથી ઉતરવું અને એમણે નથી બદલાવું. એક જ નિત્યક્રમમાં એવા બંધાએલા છે આ માનવી કે બીજું કાંઈ સૂઝતું નથી અને બીજું કાંઈ જોઈતું નથી. આ છે મોહનું પ્રલોભન, આ છે માયાનો પ્રકોપ-કે સંસાર જેમ ચાલે છે તેમ ચાલ્યા કરે છે.
આમાં પ્રભુનો માર્ગ કઈ રીતે બતાડાય? આમાં એક જ રસ્તો છે, એમને એમના કર્મોને આધિન છોડાય છે. કર્મો ભોગવ્યા પછી જ એમનામાં બદલાવ આવે છે, એમનામાં પરિવર્તન આવે છે. કર્મોના વિરુદ્ધ તમે કેટલી પણ કોશિશ કરશો, તે
નિસફળ જ રહેવાની છે, તે નાકામયાબ રહેવાની છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.