આ કઈ અવસ્થા છે, એ સમજાતી નથી. એના અહેસાસ વગર કાંઈ કહી શકાતું નથી. જીવનનો સાર જે સમજાવી શકે, એ છે ઋતુંભરા પ્રજ્ઞા. એ કોઈ વૈજ્ઞાનિકની શોધ નથી પણ અંતરની વાણી છે જે ક્યારેય અસત્ય હોતી નથી. એ ના વેદ છે કે નથી જીવનનું કોઈ રહસ્ય, પણ સંપૂર્ણ આનંદ પછી જ્ઞાનની અવસ્થા છે. સહજ છે, નિર્મળ છે અને ત્રિલોકિક, ત્રિકાલિક અને ત્રિભેદિક છે. ઋતુંભરા પ્રજ્ઞા ઈશ્વરની વાણી છે અને તે સમય કાળથી પરે છે. એ સૃષ્ટિમાં સતત વહેતી રહે છે અને ધૈર્યમાં નિવાસે છે. ઋતુંભરા પ્રજ્ઞાની છબી તું પોતે છે. એની પ્રેરણા તું પોતે છે. જ્યાં ઈશ્વરનો વાસ છે, ત્યાં આનંદ જ છે. જ્યાં ઈશ્વરનો શ્વાસ છે, ત્યાં ખાલી એ સત્યનું દર્પણ છે. જ્યાં ઈશ્વરનો અહેસાસ છે, ત્યાં દીપક જ્ઞાનનો પ્રજવલિત છે.
કેવળજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે પણ ઋતુંભરા પ્રજ્ઞાથી ઈશ્વરીય શક્તિ પ્રાપ્ત થાય છે. એ જ સ્વયં ઈશ્વર છે, આધ્યાશક્તિ છે. જ્યાં ઋતુંભરા પ્રજ્ઞા છે, ત્યાં આધ્યાશક્તિ છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.