અમૃતસરમાં રહેલું સુવર્ણ મંદિર શીખ ધર્મની સ્થાપનાનું કેન્દ્ર છે. ત્યાં અસલ ગુરુ ગ્રંથ સાહેબ રાખવામાં આવ્યા છે. જે ગ્રંથની રચના, ગુરુ
નાનકથી શરૂ થઈ, તે રચનાનો અંત એમના દસમાં ગુરુ (ગુરુ ગોબિંદ સિંહ) થી થયો છે. ગુરુ ગોબિંદ સિંહનું જીવન ભલે હિમાલય અને લડાઈમાં વિત્યું પણ તેમનું ધ્યાન સતત પ્રભુમાં રહ્યું. જે કાર્ય ગુરુ
નાનકથી બાકી રહ્યું તે કાર્ય એમણે પૂરું કર્યું. એક નવા ધર્મની સ્થાપના સરળ નથી. એ પથમાં વાદવિવાદ ન થાય, ધર્મ ભ્રષ્ટ ન થાય, ધર્મ લોકોને મોક્ષ પમાડે તે માટે બધું ધ્યાન રાખવું પડે છે. શીખ ધર્મ કંઈ નવો ધર્મ નથી. એ જ સનાતન ધર્મનું સ્થાન છે. એ જ વૈદિક ધર્મનો તો પ્રાણ છે. કાંઈ નવું નથી. એ જ અતૂટ અમર પ્રાણ અને ઈશ્વરનું પ્રતીક છે.
જ્યારે ગુરુ ગ્રંથ સાહેબ પૂરું થયું, પછી એને સાચવીને એવા સ્થળ પર મૂકવાનું હતું, જ્યાં કોઈ એનો નાશ ન કરી શકે. મુગલોથી દૂર, હિંદુઓ ના આડંબરથી દૂર, વીર પુરુષોની વચ્ચે એને અમૃતસર રાખવામાં આવ્યું. અમૃતસર પ્રાચીન સમયથી એવું સ્થાન છે જે કોઈ ધર્મની ગાંઠમાં બંધાએલું નહોતું, તે એવું છે જ્યાં જાતપાત બહુ નહોતી, એટલે એને ત્યાં મૂકવામાં આવ્યું હતું. ત્યાંથી પછી શીખ ધર્મની શરૂઆત થઈ.
શીખ એટલે જે સિંચન કરીને પ્રભુને પામે. સિંચન પછી મનના ભ્રમનો હોય, વિકારોના અંતનો હોય કે પછી દ્રષ્યોના મેળાપનું હોય. ગુરુ ગોબિંદ સિંહે આ બધું કર્યું અને વીરમાં વીર પુરુષોને એમાં શામિલ કર્યા.
આ છે શીખ ધર્મની કહાની, આ છે જીવત્વની નિશાની, આ છે મહોબ્બતની કહાની.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.