પ્રતિઘાત, પ્રતિશોધ, અને પ્રતિબિંબ એક જ અવસ્થાનું નામ છે. જ્યાં એનું સ્મરણ છે, જ્યાં એનું નામ છે, ત્યાં કોઈ પ્રતિઘાત નથી. એ અવસ્થા પર પહોંચવા માટે ઘણાં પ્રતિશોધ કરવા પડતા હોય છે અને પછી જે શુદ્ધતા મળે છે, ત્યારે એનું પ્રતિબિંબ કહેવાય છે. ઘોર તપસ્યા પછી એના નૂર તેજ પ્રાપ્ત થાય છે અને ઘનઘોર આનંદનો નાદ સંભળાય છે. આ અવસ્થા કોઈક જ ને પ્રાપ્ત છે. આ અવસ્થા કોઈક જ ને ખ્યાલ આવે છે. જે જીવન મુક્ત છે એને પણ તો આ ખબર નથી. નિજ ભાવ પરમાત્માનું નામ છે અને ત્યારે પ્રતિશોધ, પ્રતિબિંબ કે પ્રતિઘાતનો કોઈ ફરક નથી પડતો. ખાલી પ્રતિમુક્ત હોય છે, ખાલી પ્રતિદિવ્ય હોય છે. આ વિરામ નથી, આ તો જાગરણ છે અને આ જ સત્યની ઓળખાણ છે. જેને પ્રતિઘાત છે, જેને પ્રતિશોધ છે અને જે પ્રતિબિંબ ચાહે છે, એ કાંઈ નથી. જે એનાથી બાહર છે, તે જ પ્રતિમુક્ત છે અને બધાથી પરે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.