વિશુદ્ધિની માત્રા હર કોઈમાં અલગ અલગ પ્રમાણમાં છે. કોઈ સરળતાથી બધું માને છે, તો કોઈ ખાલી ખોખલી દલીલો કરે છે. કોઈ ઉમ્મીદથી ખાલી ચાલે છે, તો કોઈ પ્રભુના છાંયાના આસરે ચાલે છે. ન કોઈની અવસ્થા સમાન છે, ન કોઈની દુવિધા સરખી છે, જે છે એ બઘા અગર જાણે, પોતાની અવસ્થા પહેચાને અને એને સુધારે તો જ એ પ્રભુ તરફ આગળ વધે છે. નહીં તો એ ત્યાં ને ત્યાં રહી જાઈ છે, ખાલી પોતાની જાતને છેતરતો રહી જાઈ છે. પ્રભુની રાહે જો ચાલવું હશે, તો પહેલા તો પોતાની સ્થિતી શું છે એ પરખવી પડશે. પ્રામાણિકપણે પોતાનો દરપન પોતાને બતાડવો પડશે, પોતાની અંદર રહેલી અશુદ્ધિથી વાકેફ થવું પડશે. સતત પ્રભુને પ્રાર્થના કરવી પડશે કે મને સુધાર, તને જેવો બનાવવો એવો બનાવ. હૈયામાં સાચું રુદન જગાડવું પડશે અને પ્રભુને માર્ગે એણે સોંપવું પડશે. ખબર છે પોતાનાથી સર્વસ્વ કાંઈ થાતું નથી, પોતાને કંઈ આવડતું નથી, પણ એ સ્વીકાર કરવો પડશે. પ્રભુને બધું કહી, એની વચ્ચે અને આપણી વચ્ચેનો પરદો ખતમ કરવો પડશે. ન પોતાની જાતને નિચી બતાડવાનો છે કે હું આવો છું, હું તેવો છું, પણ પોતાની લાચારીને પ્રભુને સોંપવી પડશે. જ્યાં પ્રભુનો બાળ છું, તો પ્રભુ મારું ધ્યાન રાખીજ રહ્યા છે એ સ્વીકાર કરવો પડશે. પ્રયત્ન એ કરાવશે, રાહ પર એ ચલાવશે, એ વિશ્વાસ રાખવો પડશે. આળસ ત્યજીને સતત એના વિચારોમાં, સતત એનાજ શરણમાં, સતત એના નામ માં, સતત એના ધ્યાનમાં રહેવું પડશે. પછી આપોઆપ બધું છૂટે છે, આપોઆપ વૈરાગ્ય જન્મે છે, આપોઆપ બદલાવ આવે છે, આપોઆપ એકરૂપતા સરજાય છે, આપોઆપ પરિવર્તન થાઈ છે, આપોઆપ પ્રભુની ઓળખાણ થાય છે, આપોઆપ પ્રભુના દર્શન થાય છે, આપોઆપ જીવનમાં નવી આશ મળે છે, આપોઆપ પ્રભુનું મીલન થાય છે. કઈ સમજાશે નહીં, પણ એ હકીકત છે કે એ તારામાં વસસે અને તું એનામાં સતત રહેશે. આ મારો અનુભવ છે, આજ તો મારી હકીકત છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.