કોઈને મંત્રમુગ્ઘ કરવું શબ્દોથી, આંખોથી, વિચારોથી, શરીર થી, એ સંમોહન ક્રિયા કહેવાય છે. એ સહુ થી વધારે ગલત અને અનુચિત કાર્ય છે. કોઈને પોતાના ગુલામ બનવવા એ સાચું કાર્ય નથી. કોઈને પોતાના પૂતળા બનાવવા, એ સારું કાર્ય નથી. આ વિદ્યાથી દૂર જ રહેવું. નામ પ્રભુનું જે લે છે, અને એને બધું સોંપે છે, એ આવી વિદ્યા જાણવાવાળા લોકોથી બચે છે. જે એની પાછળ ભાગે છે, જે સિદ્ધિ પાછળ લલચાય છે, જે ખાલી ચમત્કારને પૂજે છે, તે આના શિકાર બને છે. જેને ખાલી પ્રભુ જોઈએ છે, તે એનાથી મુક્ત છે અને આ અવસ્થાથી અપરિચિત છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.