સંજીવની અનેક પ્રકારની છે. કોઈ સંજીવની પ્રાણ આપે છે, તો કોઈ સંજીવની પ્રાણ શક્તિ વધારે છે. અમુક સંજીવની તો પ્રાણને ચેતનવંત કરે છે. હર એક પ્રકારની સંજીવનીમાં અમુક અમુક શક્તિ છે. સંજીવની કોઈ પદાર્થ નથી જે ખાલી ખિલી જાય છે. સંજીવની પ્રાણ ત્યારે જ બચીવા શકે છે, જ્યારે એમાં આશીર્વાદ, અમુક મંત્ર ઉપચાર અને શુદ્ઘતાથી પૂજા કરવામાં આવે છે. સંજીવનીને ગોતવાથી સંજીવની નહીં મળે. સંજીવની પામવાથી પણ નહીં મળે. સંજીવનીના ઝાડ નંદાદેવીના ક્ષેત્રમાં નંદ પર્વત ઉપર છે. તેમાં જ્યારે અનુકૂળ સમયે, અનુકૂળ વાતાવરણમાં, અનુકૂળ ઉમંગે મંત્ર દ્વારા અને રચના દ્વારા પ્રાણ પૂરવામાં આવે છે, ત્યારે એ પ્રાણને ખિલાવે છે. સંજીવની ગ્રહણ નથી કરવાની હોતી પણ એને સૂંધવાનું હોય છે. અને ત્યારે જ સંજીવની કામ કરશે. સંજીવનીનું શાસ્ત્રોમાં વર્ણન છે પણ સંજીવનીનું શાસ્ત્રમાં કોઈ વર્ણન નથી કે પ્રાણવંતા કઈ રીતે બને છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે.
બ્રહ્મકમળ, પુષ્પકમળ અને અમૃતધારા એ જાત જાતની સંજીવની છે. દ્રોણગિરિ પર્વત પર જે સંજીવની છે, એ તો અમૂલ્ય છે અને એ અમૂલ્ય લુપ્ત જ રહેશે. જ્યારે એની જરૂરત હશે, ત્યારે એને આપવામાં આવશે નહીં તો તે લુપ્ત જ રહેશે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.