આત્મસાક્ષાત્કારના ભાવનું વર્ણન કરવું સંભવ નથી. સહુથી પહેલા આત્મસાક્ષાત્કાર કોઈ ભાવ નથી અને આત્મસાક્ષાત્કાર પછી કોઈ શબ્દ નથી. જ્યારે કોઈ ભેદ નથી, કોઈ દ્વિતીય નથી, ત્યાં વર્ણન સંભવ નથી. જ્યાં હું નો ભાવ નથી, જ્યાં અલગતા કોઈ છે જ નહીં, એવી સહજ અવસ્થાની કોઈ કલ્પના પણ ન કરી શકે. સીમિત બુદ્ધિમાં તેની ગોઠવણ થઈ નથી શકતી. જ્યાં ખાલી પ્રેમ વસે છે, કોઈ બીજા માટે નહીં પણ સ્વ માટે, જ્યાં કોઈ દ્રષ્ટા કે દ્રષ્ટિ રહેતા નથી, ત્યાં વર્ણન કોનું કરવું.
ચમત્કાર પાછળ દુનિયા ભાગે છે પણ આનંદ પાછળ કોઈ ભાગતું નથી. પ્રેમ માટે દુનિયા તરસે છે પણ પ્રેમ કોઈ નથી સમજતું. અનમોલ આ જગતની રીત છે કે ખોખલી એની પ્રીત છે. જ્યાં અંધકારમાં એક બીજ ફૂટે છે જેને પ્રકાશની ખબર નથી, તેમ અજ્ઞાનતામાં એક અહં વસે છે જેને જ્ઞાનની ખબર નથી. આવા છલોછલ વાતાવરણમાં પ્રેરણા મળવી મુશ્કેલ છે અને અંતરને જાણવું મુશ્કેલ છે.
જ્યાં પ્રીતની રીત નિરાળી છે, ત્યાં જ્ઞાનનો સંચય થાતો નથી. જ્યાં ધર્મની બુનિયાદ આઝાદી છે, ત્યાં અવજ્ઞાને કોઈ સ્થાન નથી. જ્યાં પ્રેમની પુકાર સાચી છે, ત્યાં ઇલજામ કાંઈ હોતો નથી. જ્યાં દિવ્ય વાણી સાચી છે, ત્યાં એનો કોઈ ખુલાસો નથી. જ્યાં વિશ્વાસની કમી રહે છે, ત્યાં પ્રશ્નોના અંત થાતા નથી. જ્યાં પરિચય પોતાનો મળે છે, ત્યાં અંતરમાં કોઈ દુવિધા નથી.
હર એક જીવને પોતાની મંઝિલ તય કરવી પડે છે, હર એક જીવને પોતાના રસ્તે ચાલવું પડે છે, હર એક જીવને પોતાની ઓળખાણ જાણવી પડે છે. ગુરુ સમજાવી શકે છે, હાથ પકડી શકે છે પણ આત્મજ્ઞાન તો સ્વયંથી જ છે. ગુરુને સમર્પણ કરવાથી જ એ બધું કરી શકે છે. નવગ્રહની પૂજા કરવાથી જો સંજોગોના મારથી બચી શકાય છે, તો પછી ગુરુની કૃપાથી ભવ પાર પણ કરી શકાય છે. પણ ગુરુ પર પૂર્ણ વિશ્વાસ, સમર્પણ અને પ્રેમની જરૂર હોય છે. એ પણ ગુરુ જ આપે છે. ખાલી એનો હાથ પકડી રાખવો પડે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.