શ્રી યંત્ર એ જ મારું તંત્ર છે, મારા રહસ્યની ચાવી છે;
જગતકલ્યાણનું અમૂલ્ય સાધન છે, ઇચ્છા સંપૂર્ણ કરવાનું સાધન છે.
શક્તિનું સંચાલન કરી, ઉપયોગ કરવાનો માર્ગ છે;
લોકોમાં પરિવર્તન લાવવાનો એક મંત્ર છે.
જોવામાં લાગે એ તો બહુ સંકુલ છે, પણ ગુપ્ત એનું તો વિજ્ઞાન છે;
ચાર દિશા અને અષ્ઠ ભૂજાથી બનેલો આ મહેલ છે,
એની અંદર સમાયું સારી સૃષ્ટિનો ચાલન ચર્ક છે,
ચર્કમાં રહે ત્રિકોણના ચાંદલા છે, ત્રિ મિલનની શક્તિ છે;
ત્રિગુણથી બનાવે શૂન્ય છે, બ્રહ્માંડમાં વસેલા હર જીવનું સંમેલન છે,
શૂન્યમાં નથી કોઈ શક્તિ સમાતી, પછી એ શક્તિ તો બહાર આવવાની છે;
એ શક્તિથી જગ આખું ચાલે છે, તેને સમ એ રાખે છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.