તત્ત્વજ્ઞાનની વાતો એને શોભે છે, જેને વૈરાગ્ય ખબર છે. ભગવા વસ્ત્ર પહેરી, મંચ પર બોલવાથી, તત્ત્વજ્ઞાન નથી સમજાતું અને શિખવાડાતું. તત્ત્વજ્ઞાન આત્માજ્ઞાન છે અને સ્વયંને જ સમજવું પડતું હોય છે. કોઈ પુસ્તક વાંચી, કોઈને સાંભળી તત્ત્વજ્ઞાન નથી મળતું. જે સિદ્ધાંતમાં છે, તે વ્યવહારિક નથી (What is in theory, cannot be in practical). વ્યવહારમાં જે અનુભવાય છે, તેને શબ્દોમાં ભારપૂર્વક કહી શકાય નહીં (What is experienced in practice, cannot be emphasized in words). સ્વ–અનુભવ જ તત્ત્વજ્ઞાન સમજાવી શકે છે, એમાં ગુરુકૃપા બહુ કામ કરે છે. ગુરુ વગર એ યોગ્યતા મળતી નથી. ગુરુ વગર એ વિચારો આવતા નથી અને ગુરુ વગર એ જીજ્ઞાસા પ્રાપ્ત થતી નથી. તત્ત્વજ્ઞાન વગર કોઈ આરામ નથી, તત્ત્વજ્ઞાન વગર કોઈ જન્મ મરણના ફેરા ટળતા નથી. તત્ત્વજ્ઞાન જ જીવનનું ચરિત્ર બદલાવે છે. તત્ત્વજ્ઞાન જ જીવનની રાહ બદલાવે છે. જે તત્ત્વજ્ઞાન પામે છે; તે ખુદને જાણે છે, તે ખુદને ઓળખે છે અને ખુદનો અનુભવ કરે છે.
હર એક તત્ત્વનું જ્ઞાન , એ જ છે તત્ત્વજ્ઞાન. હર એકમાં પોતાનો પરિચય, એ જ છે તત્ત્વજ્ઞાન. હર એકમાં પોતાની ઓળખાણ, એ જ છે તત્ત્વજ્ઞાન.
પ્રભુ મિલન છે તત્ત્વજ્ઞાન,
પ્રભુ સાથે સંવાદ છે તત્ત્વજ્ઞાન,
પરમ પ્રેમ છે તત્ત્વજ્ઞાન,
પરમ શક્તિ છે તત્ત્વજ્ઞાન,
પરમ શાંતિ છે તત્ત્વજ્ઞાન,
પરમ અનુભવ છે તત્ત્વજ્ઞાન,
પરમ ચેષ્ઠા છે તત્ત્વજ્ઞાન,
પરમ મુદ્રા છે તત્ત્વજ્ઞાન,
પરમઆનંદ છે તત્ત્વજ્ઞાન,
પરમ અનુભવ છે તત્ત્વજ્ઞાન.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.