તંત્રવિદ્યા હર કોઈને સમજાતી નથી. એ એક એવો માર્ગ છે જેથી પ્રભુને આસાનીથી પમાય છે. અમરનાથની ગુફા, શિવ-પાર્વતીનું મિલન એક તંત્રવિદ્યા છે. અગર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે - એમાં ભલે દાનવ હોય, મનુષ્ય હોય, પશુ હોય કે
પછી પ્રભુનો અવતાર હોય તો પછી પાર્વતી સ્વરૂપે ‘મા’ ના શરીરનો અંત કેમ નથી? જ્યારે પાર્વતી સ્વરૂપમાં જન્મ લીધો, એમને પુત્ર પણ જન્મ્યા તો પછી શરીરનો અંત કેમ નહીં? શિવને અજન્મા કહેવામાં આવ્યા છે, પણ મનુષ્યશરીર ધારણ છે. એમને મનુષ્ય શરીર જન્મ વગર પ્રાપ્ત કેમ થયું? એમના બે પુત્ર - ગણપતિ અને કાર્તિકેયનું બાળપણ પણ રહ્યું, સગપણ પણ થયું, જુવાની પણ આવી, પણ પછી ઘડપણ
કેમ ન આવ્યું? એમના શરીરનો નાશ કેમ ન થયો? આ શું રહસ્ય છે કે તે પૃથ્વીલોકમાં રહ્યા છતાં, સહશરીર તે અમર રહ્યા? અજન્મા થયા છતાં મનુષ્યશરીર પ્રાપ્ત છે? જન્મ પછી જેનું કોઈ મરણ નથી?
આ છે તંત્રવિદ્યા. જેનાથી તન તલ્લીન થાય છે. પછી એ તનનો નાશ નથી થતો. ઘણા સંતો હજારો વર્ષોથી સહશરીર છે. તેમને તંત્રવિદ્યા આવડે છે. તંત્રવિદ્યાનો અર્થ હંમેશા કામવાસના નથી. શરીરને સાધન બનાવીને,પ્રભુમાં એકરૂપ થવાય તેને તંત્રવિદ્યા ગણાય. પછી ભલેને બે શરીર એક થાય- ત્રીકા, પછી ભલેને શરીર ભાન ભૂલીને પ્રભુભાન થાય, એને તંત્ર કહેવાય છે. આ વિદ્યા હરકોઈને પ્રાપ્ત નથી. ઓછી વિદ્યામાં લોકો આને કામવાસના ગણતા હોય છે. ખોટા આધ્યાત્મિક ગુરુઓ તંત્રના નામ પર લોકોને ભરમાવતા હોય છે. ખાલી
પોતાની વાસનાને તેઓ પોષતા હોય છે.
તત્રંવિદ્યાથી જે શરીરભાન ભુલાય, પ્રભુમાં એક થવાય, ઊર્જા ઉત્પન્ન કરાય, પ્રાણવંતા બનાય, સહશરીર ઉંમર ઘટાડાય, એ સાચી તંત્રવિદ્યા છે. સૌથી પ્રાચીન, સૌથી પ્રથમ આ વિદ્યા શિવે જગમાં ફેલાવી. આ વિદ્યાનું વર્ણન શાસ્ત્રોમાં, વેદોમાં પણ છે. ગીતામાં કૃષ્ણએ વિદ્યાનું વર્ણન કર્યું છે. કૃષ્ણ પોતે આ વિદ્યાના જાણકાર છે, તેમણે આ વિદ્યાથી
ગોપીઓને તૃપ્ત કરી અને 16000 પટરાણીઓનો ઊદ્ધાર કર્યો.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.