તંત્ર જ્યાં અંતરમનમાં પ્રવેશ કરે છે, ત્યાં અંતરમનમાં પ્રકાશ મળે છે, અંતરનો અંધકાર દૂર થાય છે, અંતરમાં એક તેજ દેખાય છે. ચક્ર બધા દેખાય છે, ચક્રથી એક નવી ઊર્જા મળે છે, ધીરે ધીરે ચક્ર બધા ફરતા જાય છે, ચક્રને એક લય (rhythm) મળે છે, ચક્રમાંથી એક નાદ આવે છે - ॐ જે અંતરિક્ષમાં ઘૂમે છે. એ નાદ અને અંતરિક્ષનો નાદ એક બને છે અને ત્યાં મનુષ્ય માટે બહારી દુનિયા મિટે છે, ત્યાં પ્રભુના વિશળ સ્વરૂપના દર્શન થાય છે, બધી સીમાં મટે છે. ચક્ર શરીરભાન ભૂલાવે છે, મન ને મગજમાંથી ઉપર ઉઠાવે છે. કાંઈ બાકી રહેતું નથી. અનંતમાં સીમિત મળે છે. ધીમી ગતિએ જો ચક્ર ચાલે તો આત્મા શરીરમાં ટકી શકે છે પણ જો ચક્ર બહુ તેજ ચાલે, તો શરીર ત્યાં મટી જાય છે, ત્યાં ખાલી બ્રહ્માંડ રહે છે. ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, કબીર, બધા એ તંત્ર સાધનાથી બ્રહ્માંડમાં લીન થઈ ગયા. એમનું શરીર પણ અંતરિક્ષમાં લીન થઈ ગયું અને તેઓ બધા સહશરીર મોક્ષ પામ્યા. આ તંત્ર સાધનામાં એકત્ર એવા થાય છે કે કોઈ ફરક રહેતો નથી, કોઈ અંતર રહેતું નથી, કાંઈ બાકી રહેતું નથી. આ સત્ય છે, આ હકીકત છે, આજ તો સાચી તંત્ર સાઘના છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.