કામને વાસના ગણતા નહીં, સાહિત્ય એનું ભૂલતા નહીં;
તંત્રમાં સામેલ છે એનો સાર, પ્રભુમિલન કરાવી દે તમને પાર.
માનવી માનવીનો સંબંધ છે અપાર, બ્રહ્માનું કાર્ય કરે એ તો પાર;
રહસ્ય એનું ગુપ્ત છે, ભોગીને ના એ ખબર છે.
અઢાર હાથે, પચ્ચીસ જંઘાઓથી બને છે ૧૦૮ પ્રકારો;
મિલન બને છે હરપળ નવી ક્રિયાઓ, મનને જગાડે છે વારંવાર એ તો.
સ્વયંની શક્તિમાં કરે છે વધારો, જીવનના ચક્રને ખોલે છે સારો;
અંતરના અસંતુલનને સમ કરે છે એ તો, આનંદ તમને કરાવે છે પૂરેપૂરો.
છાતી અને લિંગથી બને છે એ તો, યોનિમાં પિરામિડ બને છે એ તો;
શ્રી યંત્રથી ઉપર જાગે છે શક્તિ એમાં, શક્તિને ચેનલ કરે છે મહાદેવ એમાં.
યોગી અને ભોગીનું મિલન છે આ તો, ભોગીના રોગને મિટાવે છે એ તો;
સુંદરતાનું પ્રદર્શન નથી આ તો, મંઝિલનો શોર્ટકટ છે આ તો.
હોઠ અને જીભમાં છુપાયેલી છે અનેક ગ્રંથિઓ, આપણી ગ્રંથિઓની ગાંઠોને તોડે છે એ તો;
વાસનાને સમાપ્ત કરે છે એ તો, અમરનાથનાં દર્શન કરાવે છે એ તો.
આ સહુના પ્રથમ છે શિવશક્તિ લખનાર, છે પછી અનેક જીવો;
શિવભક્તિ કરશે જે કોઈ, આ સૂરથી લુપ્ત નહીં રહે તેઓ.
રહસ્ય એનું ગુપ્ત છે, વાણી ભલે સ્પષ્ટ છે, ગૂઢાર્થ એનો અંદર છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.