સમાધિની અવસ્થા પછી શું હોય છે? શું એકાંત હોય છે? શું શૂન્યકારા હોય છે કે પછી એક માત્ર આનંદ જ હોય છે?
હર એક માનવી સમાધિની ઇચ્છા કરતો હોય છે. હર એક માનવી પોતાની જાતને ભૂલીને પરમ આનંદમાં રમવા માંગતો હોય છે. પણ શું એ અવસ્થા કાયમ માટે રહેતી હોય છે? શું આ શરીરમાં રહ્યા પછી એ આ શરીરને કાયમ માટે ભૂલી શકતું હોય છે? આ અવસ્થા નથી રહેતી. આ અવસ્થા અમુક સમય માટે જ સ્ફૂરિત
થાય છે અને પછી ચાલી જાય છે. અનંતકાળથી આવું થતું આવ્યું છે. એના પછી એકરૂપતાનું સ્વરૂપ હોય છે. એના પછી એક ઇચ્છાથી આગળ એક નિજભાવનું નિધાન હોય છે. એમાં કોઈ અહંકાર નથી હોતો, કોઈ પ્રદર્શનનું ભાન નથી હોતું, કોઈ અનુભવ નથી હોતો. એક સહજ શાંતિ અને એકરૂપતાનો ખાલી શ્વાસ હોય છે. પછી એના ઇચ્છા મુજબ જ ચાલવાનું હોય છે અને એને જ બધું સોંપવાનું હોય છે. શરીર તો છે, એનું કાર્ય પણ છે પણ કોઈ ક્રમ નથી હોતો. કોઈ આકારપ્રકાર નથી હોતો. ખાલી જ્ઞાનની અવસ્થા હોય છે અને પ્રેમના શ્વાસ હોય છે. કોઈ શૂન્યકારા નથી હોતો, ખાલી અહં શૂન્યઅવકાશ હોય છે. કોઈ ધ્યાન નથી હોતું, ખાલી એનું જ નામ હોય છે.
મનીમહેશ પછીની જાત્રા પછી આ અવસ્થા તારી રહી છે, જ્યાં ખાલી મારું નામ છે, ખાલી મારું સ્મરણ છે અને ખાલી મારો વિશ્વાસ છે. કાંઈ બાકી નથી રહેતું. ખાલી મારો પરિચય હોય છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.