વિરહની તડપ એવી છે જે ખતમ જ નથી થાતી. પ્રભુના હૈયાના આપણે ટુકડા છીએ પણ એમની તડપ ખતમ જ નથી થાતી. માનીયે આપણે માયામાં ડૂબેલા છીએ, પણ એને તો બધી ખબર છે. આપણી પ્રતીક્ષામાં મળવાની તડપ એની દૂર જ નથી થાતી. જગ એણે બનાવ્યું, માયા એણે બનાવી, જીવ એણે બનાવ્યા હતા, એ જુદાઈ એનેથી સહન નથી થાતી. રાહ જોવે છે એ બધાના પાછા આવવાની. એમની મંજિલ એમણે દૂર નથી રાખી.
આવી કેવી રચના છે, આવો કેવો ખેલ છે કે પોતે જ લીલા રચે અને પોતે જ એમાં રડે! આ મારા નાના મનમાં વાત બેસતી નથી કે કેમ પ્રભુએ આવુ કર્યું? આવું કરવાથી એને શું પ્રાપ્ત થયું? એને શું મજા આવી? કોસીએ છીએ આપણે એને કે ચૂપ થઈ એ મજા લઈ રહ્યો છે, કર્મોં પર આપણને છોડી દીધા છે, આનંદ આ જગના ખેલનો એ લઈ રહ્યો છે. પણ હકીકત તો એ છે કે એનું દિલ એટલું કોમળ છે જે આપણે સમજી પણ નહીં શકીએ. અવ્યવહારુ (Impractical) એ એટલો છે કે આપણે પરખી પણ નહીં શકશું. ભાવનાત્મક (Emotional) એ એટલો છે કે આપણે એવા ગાંડપણ કાઢી પણ નહીં શકશું. સ્થિર એ એટલો છે કે આપણે પામી પણ નહીં શકશું. ગંભીર એ એટલો છે કે આપણે એની દ્રવિતા સમજી પણ નહીં શકશું. મોહમાયાની આ દુનિયાની એણે રચના કરી કે આપણે ઊઠીને, માથા ઊપર એને રાખીને એને પામીયે ન કે પાંગળા બની તેને પોકારતા રહીએ. એને એના બાળ એના સ્વરૂપમાં જોઈએ છે, એને એના બાળ એના જેવા જોઈએ છે. એટલે તો એણે આ રચના કરી કે બાળ એના જેવા બને. એમજ નથી કહેવામાં આવ્યું કે We are made in the image of god. We are truly the image of god when we are one with god. જ્યાં સુધી આ અલગતા છે, ત્યાં સુધી આપણે અલગ છીએ. જે દિવસે આપણે એક થઈ જઈશું ત્યારે એમના અશ્રુ નહીં વહે, એમની તડપ ખતમ થશે અને આપણા કરતા વધારે ખુશી એને હશે. આ હકીકત છે અને એની વેદના મને ખબર છે- કોઈને વ્યક્ત પણ નથી કરાતું અને કોઈ ને સમજાવી પણ નથી શકાતું, ખાલી મેહસૂસ થઈ શકે છે, ખાલી એમાં રડી શકીએ છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.