ભજવાથી પ્રભુ મળતા હોત, ભજનો લખવા થી પ્રભુ રિજતા હોત તો સહુ કોઈ પ્રભુના લેખ પર લેખ લખતે. વિચારોથી પ્રભુ સધાતા હોત, સાધનાથી સાધુસંત બનાતું હોત તો હર કોઈ સાધનામાં પ્રભુને પામ્યા હોત. મંત્ર બોલવાથી પ્રભુના દર્શન થયા હોત તો હર કોઈ પ્રભુને મળ્યા હોત. વિશ્વાસથી અગર પ્રભુને બોલાવ્યા હોત તો હર કોઈએ પ્રભુના ચમત્કાર જોયા હોત. ઉમ્મીદથી અગર સફળતા મળતી હોત તો હર કોઈને નાઉમ્મીદ થયું ન હોતે.
હર એક માર્ગ પ્રભુને પામવાના સાચા છે, તો એ પ્રભુ કેમ બધાને મળતા નથી. જ્યાં સુધી શુદ્ધતા ભાવોમાં નહીં હોય, જ્યાં સુધી મંજિલ એ નહીં હોય, જ્યાં સુધી કાર્યનું ગર્વ નહીં હોય, જ્યાં ઇરાદામાં વિશુદ્ધિ નહીં હોય ત્યાં સુધી પ્રભુ મળતા નથી. આ હકીકત છે, આ જ પ્રભુના કોઈ પણ માર્ગની સચ્ચાઈ છે. હિંમ્મત પ્રભુ આપે છે, રસ્તો પણ તે બતાડે છે પણ till we do not start walking, nothing will ever happen. કાર્યોના ખેલમાં જ્યાં સુધી આપણે એમનો સાથ નહીં આપીએ ત્યાં સુધી આપણને કાંઈ નહીં મળે, કાંઈ હાસિલ નહીં થાય, કાંઈ આપણે નહીં સુધરીએ. આપણે એવા ને એવા જ રહી જઈશું. આપણે એવા ને એવા જ જીવતા રહીશું. આપણે એવા ને એવા મરતા રહીશું. શરુઆત કરવાથી પ્રભુનો સાથ મળે છે. એને પામવાથી એની એકરૂપતા મળે છે. વિશ્વાસના ગુણગાન ત્યારે જ ગવાય છે, વિશ્વાસમાં ત્યારે જ નહવાય છે, આદર્શો ત્યારે જ સ્થપાય છે. અજવાળું ત્યારે જ થાય છે. જગ ત્યારે ખતમ થાય છે. આશીર્વાદ ત્યારે જ ફળે છે અને જન્મ આપણો સધાય છે. ત્યાં સુધી ખાલી વાતો છે, ખાલી ભરમાવાના નવા નવા તુક્કા છે, પોતાને સુંવાળા બનાવાના મોકા છે.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.