અગત્યની વાત એ છે કે મનમાં મારા જે ચાલે છે, તે કોઈ સમજી શકતું નથી. પોતાની જિંદગીમાં એટલા ખોવાયેલા છે, પોતાના વર્તનમાં એટલા ડૂબેલા છે કે છળકપટ એમનાથી છૂટતો નથી. માનસિક સહાય પછી અમે કોઈને આપી શકતા નથી. હર વક્ત એ જ હિસાબ હોય છે, હર વક્ત એ જ નશો હોય છે, હર વક્ત એ જ અવિશ્વાસ હોય છે. સ્વાર્થની માત્રા એટલી બધી વધી જાય છે, કે પછી સરળ અને નિસ્વાર્થ ભાવ કોઈને સમજાતો નથી. માનવા જેવું શું છે, કોઈને મનાવાનું નથી હોતું. અગર કોઈ હકીકતને પરખી શકતો નથી, તો એને કંઈ કહેવા જેવું હોતું નથી. મન જેમ નાચશે, તેમ તે પછી વર્તન કરશે. મન જેમ ઇચ્છા કરશે તેમ એ વર્તન કરશે. આખિર આ મન કોણ છે? આખિર આ મન ક્યાંથી આવ્યું છે? અગર હું મન નથી તો પછી મન મારા પર કેમ કાબુ કરે છે? મનની શું અવસ્થા છે? મનની શું પરિસ્થિતિ છે? મન મારી પાસે ક્યાંથી આવ્યું? મન કેમ આટલું ચંચળ છે? મનને તરાશવામાં શું રાખવું? મનને શું આટલું મહત્ત્વ આપવું? જે મારા કાબૂમાં ના આવી શકે, એવા મનને શું કરવું? મન મારા વશમાં હોવું જોઈએ, મન મારા કહેવા પ્રમાણે ચાલવું જોઈએ. મનએ મારા મહત્વનું વર્ચસ્વ સમજવું જોઈએ. મન જ્યાં સુધી નચાવશે ત્યાં સુધી નહીં નમે, મન જ્યાં ગુલામ બનશે ત્યારે એ પ્રભુને નમન કરશે. મન જ્યાં કાબૂમાં હોય છે ત્યારે નમન આપોઆપ થાય છે.
ચાલો આપણે બધા પ્રભુને નમન કરીએ.
- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.